મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજી મંદિરના ચાચર ચોકમાં ત્રીજા નોરતે ભક્તો અને ખેલૈયાઆેએ ઝૂમીને કર્યા ગરબા

અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં ત્રીજા નોરતે ભક્તિસભર માહોલમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના દવે સુરાવલી ગ્રુપે સૂર રેલાવ્યા હતા. મોડી રાત્રે માતાજીની આરતી બાદ શરૂ થયેલા આ મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ગરબાની સાથે માતાજીની આરાધના કરી હતી, જેના કારણે સમગ્ર અંબાજી ધામમાં અદ્ભુત ધાર્મિક માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો