મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આસો નવરાત્રિના પ્રથમ નોરતે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટ્યું

આસો નવરાત્રિનો શુભ પ્રારંભ થતાં જ અંબાજી ધામ ખાતે માઇભક્તોનું ભારે ઘોડાપ

તસવીર: gstv

આસો નવરાત્રિનો શુભ પ્રારંભ થતાં જ અંબાજી ધામ ખાતે માઇભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પ્રથમ નોરતે વહેલી સવારની મંગળા આરતીથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે જોડાયા હતા. શક્તિપીઠ અંબાજીના મંદિર પરિસરમાં ચારેય તરફ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર-દૂરથી આવેલા ભક્તો દર્શન કરી શકે તે માટે શક્તિ દ્વાર સુધી લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. સમગ્ર અંબાજી ધામ 'જય અંબે'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું છે. પ્રથમ નોરતાના પાવન દિવસે દર્શનનો લ્હાવો લેવા માટે રાજ્યભરમાંથી તથા બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે પહોંચ્યા છે.

આ સમાચાર શેર કરો