અંબાજી મંદિરમાં ચોથા નોરતે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તો

આસો નવરાત્રીના ચોથા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારની મંગળા આરતીમાં શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. બીજા નોરતાથી આઠમ સુધી ગર્ભગૃહ અને ઘટસ્થાપના એમ બે મંગળા આરતી થાય છે. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી અને ફૂલોથી શણગારેલા મંદિર પરિસરમાં ભક્તિસભર માહોલ વચ્ચે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.




