મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગાંજો લાવનાર કાલિયાને ઝડપવા પોલીસ બની મજૂર, ચક્રવાતના ખતરા વચ્ચે ખેતરમાંથી દબોચ્યો

સુરતમાં ઓડિશાથી ગાંજાનો જથ્થો મોટાભાગે સપ્લાય કરવામાં આવે છે. ત્યારે 15 વર્ષની સજા પામેલા અને લાજપ

સુરતમાં ગાંજો લાવનાર કાલિયાને ઝડપવા પોલીસ બની મજૂર, ચક્રવાતના ખતરા વચ્ચે ખેતરમાંથી દબોચ્યો

સુરતમાં ઓડિશાથી ગાંજાનો જથ્થો મોટાભાગે સપ્લાય કરવામાં આવે છે. ત્યારે 15 વર્ષની સજા પામેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર દોઢ વર્ષથી ફરાર રહેલા કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે કાલિયાને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ખેતરમાં કામ કરતાં કાલુચરણને મજૂરના વેશમાં પકડી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાથી સંપર્ક વધારતા પહેલાં સાવધાન, છત્તીસગઢની પરિણીતાને સુરત બોલાવી મુંબઇના યુવકે રેપ કર્યો

મજૂરના વેશમાં દબોચ્યો

ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઓડિશાના ગંજામ જિલ્લામાં કાલુચરણ તેના વતન રામચંદ્રપુર ગામમાં હોવાની માહિતી મેળવી. નાસતા ફરતા સ્કોડની ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ. ભારે ચક્રવાતી તોફાન અને પવન વચ્ચે, પોલીસે ખેતરમાં કામ કરતાં કાલુચરણને મજૂરના વેશમાં પકડી પાડ્યો હતો. પોલીસે કાલુચરણને પકડી કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવા તજવીજ કરી છે.

108 કિલો ગાંજો ઝડપાયેલો

કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને 31 જાન્યુઆરી, 2023ના રોજ સેશન્સ કોર્ટ દ્વારા 15 વર્ષની કેદ અને 1,25,000ના દંડ સાથે સજા કરાઇ હતી. જો દંડ ન ભરાય તો વધુ 18 મહિનાની સજા થવી નક્કી કરવામાં આવી હતી.આ કેસમાં કાલુચરણ અને તેના ત્રણ સાગરીતો 30 મે, 2015ના રોજ વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 108.25 કિલો ગાંજાનો જથ્થો (રૂ. 6,49,500નું મૂલ્ય) સુરત અને ઉત્રાણ વચ્ચે ઉતારવા ચેઇન પુલિંગ કરતા ઝડપાયા હતા. જેલમાં સજા ભોગવી રહેલા કાલુચરણને 11 એપ્રિલ, 2023ના રોજ 15 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી, પણ તે સમયસીમા પૂરી થયા પછી જેલમાં હાજર ન થતા ફરાર જાહેર કરાયો હતો.

આ સમાચાર શેર કરો