સોશિયલ મીડિયાથી સંપર્ક વધારતા પહેલાં સાવધાન, છત્તીસગઢની પરિણીતાને સુરત બોલાવી મુંબઇના યુવકે રેપ કર્યો

આજકાલ સોશિયલ મીડિયાખી સંપર્ક વધારીને સુંવાળા સંબંધો પણ બંધાઈ જતાં હોય છે. ત્યારે છત્તીસગઢની પરિણીતાને મુંબઈના યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી સુરત ખાતે બોલાવી ગેસ્ટહાઉસમાં રેપ કર્યો છે. આ બાબતે પરિણીતાએ છત્તીસગઢમાં ઝીરો નંબરથી ફરિયાદ આપી હતી. જેના આધારે મહિધરપુરા પોલીસે મુંબઈના 45 વર્ષીય યુવક અહેમદ જાવેદ શાહની વિરુધ્ધ રેપનો ગુનો નોંધ્યો છે.
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા
અહેમદ શાહે પરિણીતા પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાછી 28મી જુન-2024ના દિવસે આરોપીએ સુરત બોલાવી હતી. તે સમયે આરોપીએ મિત્ર અલ્તાફના ઘરે લઈ ગયો હતો. જ્યા તેની સાથે પાછો સંબંધ બાંધ્યો હતો. અહેમદ શાહ પકડાયા બાદ વધુ હકીકતો બહાર આવી શકે છે.આરોપીએ નાગપુર ખાતે પણ મહિલાને બોલાવી આરોપીએ રેપ કર્યો હતો. છેવટે કંટાળીને પરિણીતાએ આ બાબતે પતિને વાત કરી હતી. પરિણીતાએ છત્તીસગઢ પોલીસમાં આરોપી અહેમદ શાહની વિરૂધ્ધમાં રેપની ફરિયાદ કરી હતી. હાલમાં આરોપી અહેમદ શાહ ફરાર છે.
બળજબરી સંબંધો બાંધ્યો
પોલીસે કહ્યું કે 26 વર્ષીય પરિણીતાને ઈન્સ્ટ્રાગ્રામથી મુંબઈના 45 વર્ષીય અહેમદ શાહના સંપર્કમાં આવી હતી. જુલાઇ-23થી બન્ને વાતચીત કરતા હતા. ત્યાર બાદ અહેમદ શાહે તેને મળવા માટે 8મી જુલાઇ-23એ સુરત રેલવે સ્ટેશને બોલાવી હતી. બન્ને ત્યાં મળ્યા પછી દિલ્હીગેટના ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. જ્યા અહેમદ શાહે પરિણીતા પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાછી 28મી જુન-2024ના દિવસે આરોપીએ સુરત બોલાવી હતી. તે સમયે આરોપીએ મિત્ર અલ્તાફના ઘરે લઈ ગયો હતો. જ્યા તેની સાથે પાછો સંબંધ બાંધ્યો હતો. અહેમદ શાહ પકડાયા બાદ વધુ હકીકતો બહાર આવી શકે છે.

