Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIdeo/ Fire broke out in Radhanpur, but the fire extinguisher turned out to be faulty!

Video/ રાધનપુરના શોપિંગ સેન્ટરમાં આગ લાગી ત્યારે જ ફાયર ફાઈટર બગડેલું નીકળ્યું!,ગૌસેવકોએ ટેન્કરો લાવી મોરચો સંભાળ્યો

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા પર આવેલ કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં શોપિંગ સેન્ટરની મોટાભાગની દુકાનો આગની ઝપેટમાં આવી જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

App Store

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

મળતી માહિતી મુજબ, મધરાતે કૈલાશ પ્લાઝામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું શોપિંગ સેન્ટર ધુમાડાના ગોટાથી ઘેરાઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.

નગરપાલિકાનું ફાયર ફાઈટર બગડેલું નીકળ્યું!

આગની ઘટના સમયે રાધનપુર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. આગ બુઝાવવા માટે જ્યારે નગરપાલિકાનું ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું, ત્યારે તે બગડેલી હાલતમાં હોવાથી આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. આ સ્થિતિને જોઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગૌસેવકો અને પાટણ ફાયર બ્રિગેડની કામગીરી

સ્થાનિક તંત્ર નિષ્ફળ જતાં, રાધનપુરની સુરભી ગૌશાળાના ગૌસેવકો મદદે આવ્યા હતા. ગૌસેવકોએ પોતાના પાણીના ટેન્કરો અને ડોલો વડે આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અંતે પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વેપારીઓને મોટું આર્થિક નુકસાન

આગ એટલી પ્રચંડ હતી કે શોપિંગ સેન્ટરની અનેક દુકાનોમાં રાખેલો કિંમતી સામાન બળીને કોલસો થઈ ગયો છે. વેપારીઓના મતે આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેને પગલે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.