Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Humanitarian service of 108 in Narmada: A patient was carried to hospital on a muddy road

નર્મદામાં 108ની માનવતાભરી સેવા: કાદવભર્યા રસ્તે ઝોલીમાં લઈ દર્દીને પહોંચાડ્યો હોસ્પિટલ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
નર્મદામાં 108ની માનવતાભરી સેવા: કાદવભર્યા રસ્તે ઝોલીમાં લઈ દર્દીને પહોંચાડ્યો હોસ્પિટલ
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સેવા નિભાવવી કેટલી મુશ્કેલ છે, તેનો વધુ એક જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતા અને ફરજનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને, એક દર્દીનો જીવ બચાવ્યો છે. તેમની આ સરાહનીય કામગીરીની સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે.

App Store

108ના કર્મચારીઓએ હિંમત દાખવી, દર્દીને ઝોલીમાં લઈ ગયા

આવી વિકટ અને કટોકટીભરી પરિસ્થિતિમાં પણ 108ની ટીમે હાર ન માની. એમ્બ્યુલન્સના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ ત્વરિત નિર્ણય લીધો, અને પોતાની હિંમત તેમજ ફરજનિષ્ઠા દર્શાવી હતી. તેઓ દર્દીના ઘર સુધી પહોંચ્યા અને લાકડી તેમજ કપડાની મદદથી એક ઝોલી તૈયાર કરી. દર્દીને તે ઝોલીમાં બેસાડીને બંને કર્મચારીઓએ કાદવભર્યો અને અત્યંત મુશ્કેલ રસ્તો પગપાળા પાર કર્યો હતો. કોરોના અને ચોમાસા જેવી અનેક ઋતુઓમાં ખડેપગે રહેતા આ વોરિયર્સે દર્દીને કષ્ટદાયક માર્ગ પરથી સુરક્ષિત રીતે ઊંચકીને મુખ્ય માર્ગ પર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા.

હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા જીવ બચ્યો

દર્દીને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા બાદ, પ્રાથમિક સારવાર આપતા આપતા તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર તબીબી સારવાર મળી જતાં, દર્દીની સ્થિતિ હવે સ્થિર છે, અને તેનો જીવ બચી ગયો છે. ભારે વરસાદ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પોતાની જાનની પરવા કર્યા વિના દર્દીની વહારે આવેલા 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાની આ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે. 108ની આ ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈપણ પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.