VIDEO: નિનાઈ ધોધનું મનમોહક સૌંદર્ય ખીલ્યું, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. હીલ સ્ટેશન માલ સામોટ ખાતે આવેલો નિનાઈ ધોધ અત્યારે સોળે કળાએ વહી રહ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તરાવ અને દેવ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને વાવણી કાર્ય પણ જોરશોરથી શરૂ થયું છે.જોકે, આ સુંદરતાની બીજી તરફ ગમગીની પણ જોવા મળી છે. તરાવ નદીમાં આવેલા પૂરમાં કોલીવાડા ગામની એક મહિલા તણાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ભારે જહેમત છતાં હજુ સુધી મહિલાનો કોઈ પત્તો મળ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે.

