રાજકોટ: જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા, સાત લોકોએ કુહાડીના ઘા ઝીકી હુમલો કર્યો
રાજકોટના જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર પર હુમલો કરવામાં આવતા મોત થયું છે. બીજી તરફ મ

રાજકોટના જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર પર હુમલો કરવામાં આવતા મોત થયું છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
શું છે ઘટના?
જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 લોકોએ કુહાડી-ધોકા લઇને ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા ઘનશ્યામ રાજપરાને વીંછિયા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું.
પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો
મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે પ્લોટને લઇને ચાર-પાંચ વર્ષથી ડખા ચાલતા હતા. આ બીજી વખત બનાવ બન્યો છે. આ પહેલા પણ ઘરની મહિલાઓ અને ભાઇ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી વખત ખાર રાખીને હુમલો કરતા ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતભરમાં પોલીસે કાઢ્યું લુખ્ખા તત્ત્વોનું સરઘસ, કોઈએ હુમલો કર્યો; તો કોઈએ ગૌવંશ હત્યા
જ્યાં સુધી હત્યારા આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. આ સાથે જ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને સરઘસ કાઢવાની પણ પરિવારજનોએ માંગ કરી છે. પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.








