મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતભરમાં પોલીસે કાઢ્યું લુખ્ખા તત્ત્વોનું સરઘસ, કોઈએ હુમલો કર્યો; તો કોઈએ ગૌવંશ હત્યા

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળો પર છેલ્લા કેટલાક સમયછથી લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. તેને પગલે સામાન્ય જનની સુ

ગુજરાતભરમાં પોલીસે કાઢ્યું લુખ્ખા તત્ત્વોનું સરઘસ, કોઈએ હુમલો કર્યો; તો કોઈએ ગૌવંશ હત્યા

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળો પર છેલ્લા કેટલાક સમયછથી લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. તેને પગલે સામાન્ય જનની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે તેમજ લોકોના મનમાં ભય પણ ફેલાયેલો રહે છે. તેને લઈને ગુજરાત પોલીસે આવા અસામાજીક તત્વોને પકડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવાનું ચાલુ કર્યું છે જેથી લોકોના મનમાં ભય ન ફેલાય અને આરોપીઓની બુદ્ધિ ઠેકાણે આવે.

દાહોદમાં ગૌવંશ હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ

દાહોદ જિલ્લાની એ ડિવિઝન પોલીસે ગૌવંશ હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું કાઢ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે કસ્બા વિસ્તારમાં રેડ પાડી હતી. જ્યાં ગૌ માંસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ હતી. માલસામાનનું પરીક્ષણ કરતા ગૌવંશ હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય આરોપીઓની તપાસ માટે તેમજ અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું કામ ન કરે તે માટે કસ્બા વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અમરેલીનો રહસ્યમયી કિસ્સો: અઢી મહિના પહેલા ગુમ મહિલાના કૂવામાંથી મળી આવ્યા અવશેષો

સાબરકાંઠામાં હુમલાખોરને કાયદાનું ભાન કરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં પોલીસ દ્વારા અસામાજીક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરોયા ગામે એક વેપારી પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ ગેંગને ઝડપી જે વિસ્તારમાં તેમણે હુમલો કર્યો હતો‌ ત્યાં જ સરઘસ તેમનું સરઘસ કાઢ્યુ હતું. લોકોના મનમાં આવા અસામાજીક તત્વોનો ભય દુર કરવા અને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા સરઘસ કાઢવામાં આવ્યું.

આ સમાચાર શેર કરો