અમરેલીનો રહસ્યમયી કિસ્સો: અઢી મહિના પહેલા ગુમ મહિલાના કૂવામાંથી મળી આવ્યા અવશેષો

અમરેલીમાંથી એક રહસ્યમયી કિસ્સો સામે આવ્યો છે જેમાં એક અઢી મહિના પહેલા ગુમ થયેલ મહિલાના અવશેષો મળી આવ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ નજીકથી મહિલાના કેટલાક હત્યા કરાયેલા અવશેષો મળી આવ્યા છે. અઢી મહિના પહેલા સોનલબેન ચુડાચમા નામક મહિલા ગુમ થયા હતા જેને લઈને રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમરેલી: તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ, સહી-સિક્કા સાથે સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું
ખુલ્લા કુવામાંથી મહિલાની લાશ મામલે માત્ર અવશેષો મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ASP વલય વૈદ્ય સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પોહ્ચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરી કુવામાં ફેંકી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. તેમજ રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

