મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શિવરાત્રિ પર દૂધનું વેચાણ ઓલટાઈમ હાઈ, 4 લાખ લિટર વધીને થયું 16 લાખ લિટર થયું

મહાશિવરાત્રિને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલટાઈમ હાઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. શિવલિંગ પર દૂધ ચડ

સુરતમાં શિવરાત્રિ પર દૂધનું વેચાણ ઓલટાઈમ હાઈ, 4 લાખ લિટર વધીને થયું 16 લાખ લિટર થયું

મહાશિવરાત્રિને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલટાઈમ હાઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી સરેરાશ 12 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રિના દિવસે 3.94 લાખ લિટર દૂધનું વધારે વેચાણ થયું હતું.

2 લાખ લિટર દૂધનું વેચાણ વધુ

ગત વર્ષ 2023ની શિવરાત્રિમાં 15.42 લાખ લિટર, વર્ષ 2024ની શિવરાત્રિમાં 15.70 લાખ લિટર જ્યારે વર્ષ 2025ની શિવરાત્રિમાં 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. સુમુલ ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે. મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં 2 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, પરંતુ શિવરાત્રિમાં 4 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. તેવી જ રીતે ગોવામાં 1.25 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે શિવરાત્રિએ 2 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે.

પશુપાલકોને ચોક્કસ ફાયદો થશે

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દલાડએ કહ્યું કે, મહાશિવરાત્રિના પવિત્ર અવસર પર દૂધનું સૌથી વધારે વેચાણ થતું જ હોય છે, જેને લઈને સુમુલ ડેરી દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે. દૂધ અને તેની પ્રોડક્ટ્સના વેચાણથી પશુપાલકોને ફાયદો થશે. 

પ્રોડક્ટ સામાન્ય દિવસોમાં શિવરાત્રિમાં વેચાણ

દૂધ 12 લાખ લિટર 15.94 લાખ લિટર
છાસ 2.20 લાખ લિટર 3.23 લાખ લિટર
દહી 35000 કિલો 47500 કિલો
લસ્સી 1000 લિટર 7500 લિટર

આ સમાચાર શેર કરો