મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ, આ રીતે ઝડપાયુ સમગ્ર નેટવર્ક 

સુરતમાં સુમુલ શુધ્ધ ધીના પાઉચ વાળા આબેહુબ દેખાય તેવા ડુપ્લીકેટ ધીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે. ડુ

સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ, આ રીતે ઝડપાયુ સમગ્ર નેટવર્ક 

સુરતમાં સુમુલ શુધ્ધ ધીના પાઉચ વાળા આબેહુબ દેખાય તેવા ડુપ્લીકેટ ધીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે. ડુપ્લીકેટ ધી બનાવી તે ધીનું પાઉચમાં પેકીંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકી વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે રેડ કરીને આ ઇસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અધિકારીઓ રેડમાં જોડાયા

પોલીસે ડભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પલેક્ષમાં શ્રી હરી માટે શોપ વાળી જગ્યાએ રેઇડ કરી હતી. જેમાંથી કુલ્લે-૧૫ નંગ સુમુલ શુધ્ધ ધી લખેલ ધીના પાઉચ જેની કિ.રૂ.૬,૮૨૦/- ગણી શકાય મળી આવ્યા હતા. રેઇડ દરમ્યાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઇ કરતા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘી ના પાઉચ વાળા આબેહુબ દેખાય તેવા ડુપ્લીકેટ ધી ના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લીકેટ ધી બનાવી તે ધી નું પાઉચમાં પેકીંગ કરી વેચાણ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકી તેમની સાથે તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપીંડી કરી તેમજ લોગો નો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્કનો ભંગ કર્યો હતો.

ગોડાઉન પણ ઝડપાયુ

સંસ્થાના FSSAI નંબર તથા એગમાર્ક ચિન્હનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જણાય આવેલ બાદ સદર દુકાન માલિકની પુછપરછ દરમ્યાન સદર સુમુલ શુધ્ધ ધી ના બનાવટી ડુબ્લીકેટ ધીનો જથ્થો પ્રતિક કનુભાઇ ઠકકરની દુકાને ડીલીવરી કરતો હોવાનું જણાવ્યુ હતુ. બાદ ડુબ્લીકેટ ધીનો જથ્થો પુરો પાડનાર પ્રતિક ઠુક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી/ડુબ્લીકેટ ધીના ગોડાઉન પાલનપુર પાટીયા અડાજણ સુરત શહેર ખાતે રેઇડ કરતા સુમુલના નામે બનાવટી/ડુબ્લીકેટ ધી બનાવવાની સાધન સામગ્રી કબ્જે કરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) લલીતભાઇ ઘનશ્યામભાઇ ઇટાલીયા
(૨) પ્રતિક કનુભાઇ ઠક્કર
(૩)વિશાલભાઇ સતીષભાઇ શાહ 
(૪) આશિષભાઇ કાંતિભાઇ દુધવાલા

આ સમાચાર શેર કરો