મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતનો પોતિકો તહેવાર ચંદી પડવો, સ્વાદપ્રિય સુરતીઓ માટે સુમુલ ડેરીએ બનાવી 96 ટન ઘારી

સુરતીઓનો પોતિકો તહેવાર એટલે ચંદી પડવો. આ દિવસે સુરતીઓ ચંદ્રના પ્રકાશમાં ઘારી અને ભૂસાની લહેજત માણત

સુરતનો પોતિકો તહેવાર ચંદી પડવો, સ્વાદપ્રિય સુરતીઓ માટે સુમુલ ડેરીએ બનાવી 96 ટન ઘારી

સુરતીઓનો પોતિકો તહેવાર એટલે ચંદી પડવો. આ દિવસે સુરતીઓ ચંદ્રના પ્રકાશમાં ઘારી અને ભૂસાની લહેજત માણતા હોય છે. ત્યારે આ વખતે બજારમાં અલગ અલગ પ્રકારના ઘારીના ફ્લેવર પણ આવી ગયા છે. સુમુલ ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ છ ટન વધુ ઘારી બનાવવામાં આવી છે.

ભાવમાં થયો વધારો

સુમુલ ડેરી વતી વિપુલભાઈએ કહ્યું કે, ગત વર્ષે 90 ટન એટલે કે 90 હજાર કિલો ઘારી બનાવવામાં આવી હતી. જ્યારે આ વખતે 96 ટન ઘારી બનાવવામાં આવી છે. ભાવમાં ગત વખત કરતા વધારો થયો છે. કાર્યમાં વપરાતા રો મટીરીયલના ભાવ વધતાં ઘારીના ભાવમાં પણ વધારો થયો છે. 500 ઘારીનો ભાવ 380 રૂપિયા છે. સાથે જ ભુસ્સાનું પેકેટ પણ 125 રૂપિયે આપવામાં આવી રહ્યું છે.

હાઈજેનિક ઘારી બનાવવા રખાયો ખ્યાલ

દરવર્ષની જેમ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુમુલની અદ્યતન લેબોરેટરીમાં ચેક કર્યા બાદ ઘારી અને ભૂસું બનાવવામાં આવી રહ્યા છે. સુમુલની ઘારી એકદમ હાઇજેનિક અને શુદ્ધ માનવામાં આવે છે. ત્યારે સુરતીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઘારી પણ સુમુલ દ્વારા સારી બનાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો