સુમુલ ડેરીએ ટેન્ડર કે મંજૂરી વગર કરી મોલાસીસની કરી ખરીદી, તપાસ કરી કાર્યવાહીની માગ
સુરત–તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. (સુમુલ ડેરી) ફરી વિવાદમાં આવી છે. સુરતમાં

સુરત–તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. (સુમુલ ડેરી) ફરી વિવાદમાં આવી છે. સુરતમાં ઇ–ટેન્ડરીંગની પ્રક્રીયા તથા બોર્ડ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વિના મહુવા સુગર ફેકટરીમાંથી ખરીદ કરવામાં આવેલ મોલાસીસની ખરીદી કરવામાં આવી હતી. આ બાબતે જવાબદાર ઇસમો વિરૂધ્ધ ગુજરાત સહકારી કાયદાની કલમ પ્રમાણે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરની RTO ચેકપોસ્ટ બની ખંઢેર, 3.70 કરોડના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ભરાય છે ઘાંસ
નીતિ નિયમ મુજબ કાર્યવાહી
કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા પત્રમાં લખાયું છે કે, સુરત અને તાપી જિલ્લાનાં ગરીબ અને આદિવાસી સમાજના બે લાખ કરતાં વધુ પશુપાલકોની જીવાદોરી સમાન “ધી સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. (સુમુલ ડેરી)” છેલ્લા પાંચથી પણ વધુ દાયકાથી કાર્યરત છે,જેથી તેનો વહીવટ સહકારી કાયદાઓ અને નીતિનિયમો મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી થી જ થવો જોઈએ.
રજીસ્ટ્રારને પગલાં લેવા રજૂઆત
જિલ્લા રજીસ્ટ્રાર(સહકારી મંડળીઓ)સુરત પણ સદર સંસ્થામાં ડીરેકટર તરીકે હોય તો આવી ગંભીર ગેર–કાયદેસરતા અટકાવવા તથા તે બાબતે તાત્કાલિક પગલા લેવા માટે ઘ્યાન દોરવાનું રહે છે. પરંતુ, તેઓ પ્રેક્ષક બની આ તમામ કાર્યવાહી જોયા કરે છે અને કોઇ ત્વરીત પગલા લેતા નથી. જેથી સંસ્થાનું હીત જોખમાયેલ છે. સુમુલ ડેરીનાં હજારો પશુપાલકોનું હિત સમાયેલું હોય અને પશુપાલકોના નાણાંનો દેખિતી રીતે દુરૂપયોગ કરવામાં આવી રહેલ હોય તેવા સંજોગોમાં તાત્કાલિક આવા ઇસમો ઉપર ગુજરાત સહકારી કાયદાની કલમ-૭૬(બી), ૮૬ અને ૯૩ અન્વયે કાર્યવાહી કરવાની માગ દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.








