છોટાઉદેપુરની RTO ચેકપોસ્ટ બની ખંઢેર, 3.70 કરોડના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ભરાય છે ઘાંસ
છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા માર્ગ ઉપર પાંચ વર્ષ પહેલા 3.70 કરોડના ખર્ચે બનાવવામ

છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા માર્ગ ઉપર પાંચ વર્ષ પહેલા 3.70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેક પોસ્ટ હવે ધૂળ ખાઈ રહી છે. લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કરી બનાવવામા આવેલી આ ચેકપોસ્ટનો ઉપયોગ કરતા પહેલા જ બંધ કરી દેવાતા નિરર્થક બની છે. જેમાં હવે ઘાંસ મૂરાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ કળિયુગી કંસ મામાનું કારસ્તાન, પ્રેમિકાને 30 લાખ આપવા ભીલાડમાં ભાણેજનું કરાવ્યું અપહરણ
કચેરીઓ પાસે મકાનો નથી
કરોડોના ખર્ચે બનાવવામા આવેલી આ બિલ્ડિંગની આર.ટી.ઓ ચેક પોસ્ટ દ્વારા કોઈ જાળવણી કરવામાં આવતી નથી. બંધ પડેલી આ બિલ્ડીંગના તો બારી બારણા પણ ચોરાઈ ગયા છે. હવે અવઢ બનેલા આ મકાનમા હવે ખેડૂતો ઘાસ મૂકવા માટે ઉપયોગ કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં સરકારની અનેક કચરીઓ પાસે મકાનો નથી.
પૈસાનો વેડફાટ
ભાડાના કે જૂના મકાનોમાં કેટલીક કચેરીઓ ચાલી રહી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગની કચેરી જૂના બિલ્ડિંગમાં ચાલે છે. જિલ્લા આયોજન મંડળની કચરી સેવા સદનમાં ચાલે છે. આવી તો અનેક સરકારી કચેરીઓ જૂના મકાનોમાં ચાલતી હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ આ બાબતે રસ લઈ જે તે વિભાગને આપવા માટે દરખાસ્ત કરાવે તો ખર્ચેલા પૈસાનો ઉપયોગ થઈ શકે.








