Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Ponzi scheme named NOW START exposed

રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતરના નામે છેતરપિંડી, મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2024
લાઇવ ટીવીGoogle News
રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતરના નામે છેતરપિંડી, મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ

મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહેસાણામાં NOW START પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી થતી હોવાનો સામે આવ્યું છે. NOW START પોન્ઝી સ્કીમમાં અનેક લોકો ફસાયા છે.

App Store

પાલનપુર ખાતે NOW START ની ઓફિસ આવેલી છે. નિરંજન શ્રીમાળી નામનો વ્યક્તિ NOW START નામે સ્કીમ ચલાવતો હતો જે રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર  આપતો હતો. આ પોન્ઝી સ્કીમ ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને જોડતી હતી.મહેસાણા જિલ્લામાં પણ અનેક લોકો આ પોન્ઝી સ્કીમનો ભોગ બની છેતરાયા છે.

વિરમ ઠાકોર નામનો ઈસમ NOW START પોન્ઝી સ્કીમની છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં આ કંપનીએ 1.10 લાખના રોજ 1100 રૂપિયા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો. 5 મહિના થી રોકાણકારો ને પેમેન્ટ ન થતા વિરમ ઠાકોરને છેતરાયો હોવાનો અહેસાસ થયો. મહેસાણામાં 10 થી વધુ લોકો આ સ્કીમમાં છેતરાયા છે. 15 લાખથી વધુ નાણાં રોકનારના નાણાં આ સ્કીમમાં ફસાઈ ગયા છે. છેતરપિંડીનો ભોગ બનનાર વિરમ ઠાકોર આવતીકાલે આ મામલે ફરિયાદ આપવાનો છે.

આ પણ વાંચો: 11 તોલા સોનાનું મોબાઈલ કવર, એજન્ટોને મર્સિડીસ-આઈફોનની ગિફ્ટ!, 6000 કરોડના BZ કૌભાંડથી લઈને કાર્યવાહી સુધીનો રિપોર્ટ