Video: પીએમ મોદીએ પાયાના કાર્યકરની લીધી નોંધ

મહેસાણામાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને ભાજપના એક સામાન્ય કાર્યકર રમેશભાઈ ભીલને યાદ કર્યા હતા. વડાપ્રધાન દ્વારા યાદ કરવામાં આવતાં વોર્ડ નંબર 13ના કોર્પોરેટર રમેશભાઈ ભીલની ખુશીનો પાર રહ્યો નથી. રમેશભાઈ ભીલ છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં પટાવાળા તરીકે સેવા આપી રહ્યા છે. આ વખતે પાર્ટીએ તેમને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપતાં તેઓ બહુમતીથી વિજેતા બની કોર્પોરેટર બન્યા છે. ઘરના કામકાજને કારણે તેઓ સ્નેહમિલનમાં હાજર રહી શક્યા નહોતા, પરંતુ વીડિયો અને સમાચાર મારફતે વડાપ્રધાને તેમને યાદ કર્યા હોવાની જાણ થતાં તેમનો આનંદ બેવડાયો હતો.
જાહેરાત















