Video: લખનઉમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીનો ખુલાસો: સોનું ન ખરીદવાની અપીલથી લોકોના પૈસા બચ્યાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનઉમાં આયોજિત પાંચમા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં દેશના યુવાનો અને કૌશલ્ય વિકાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ સંબોધન દરમિયાન વડાપ્રધાને સોનાની ખરીદીને લઈને અગાઉ આપેલી પોતાની સલાહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલાં તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે જો ખૂબ જ જરૂરી ન હોય તો એક વર્ષ સુધી સોનું ન ખરીદે. વડાપ્રધાને કહ્યું કે તે સમયે ઘણા લોકોએ તેમની આ વાતની મજાક ઉડાવી હતી, પરંતુ હવે લોકો તેમને કહી રહ્યા છે કે તેમની સલાહ માનવાથી લોકોના પૈસા બચી ગયા છે.
જાહેરાત
















