Video: લખનઉમાં પાંચમા કૌશલ દીક્ષાંત સમારોહમાં PM મોદીનું સંબોધન

લખનઉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કૌશલ દીક્ષાંત સમારોહમાં સહભાગી થયા છે. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે પાંચમા કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા. કૌશલ વિકાસ અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાના હેતુથી આ સમારોહ યોજાયો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ મેળવનારા યુવાનોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનના સંબોધનના માધ્યમથી યુવાનોને કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
જાહેરાત














