Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : 123 crore 'Nal se Jal' scam; CID Crime arrests Vasmo employee in a flurry

Mahisagar/ 123 કરોડનું ‘નલ સે જલ’ કૌભાંડ; CID ક્રાઈમે વાસ્મોના કર્મચારીની ધરપકડ કરતા ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Mahisagar/ 123 કરોડનું ‘નલ સે જલ’ કૌભાંડ; CID ક્રાઈમે વાસ્મોના કર્મચારીની ધરપકડ કરતા ફફડાટ
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં બહુચર્ચિત 'નલ સે જલ' યોજનામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. વડોદરા CID ક્રાઈમ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક જવાબદાર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

વાસ્મો (WASMO) કર્મચારીની ધરપકડ

મહીસાગર જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓમાં થયેલી ગેરરીતિની તપાસ કરી રહેલી CID ક્રાઈમે વાસ્મો યુનિટમાં ફરજ બજાવતા વૈભવ સંગાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે કરોડોના આ કૌભાંડમાં ટેકનિકલ અને વહીવટી સ્તરે કર્મચારીઓની મિલીભગતથી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

કૌભાંડની વિગતો:

કુલ આંકડો: મહીસાગર જિલ્લામાં આશરે રૂ. 123 કરોડનું નલ સે જલ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ વડોદરા CID ક્રાઈમમાં નોંધાઈ હતી.

તપાસનો વ્યાપ: સીઆઈડી ક્રાઈમ દ્વારા આ કેસમાં અત્યાર સુધી અનેક કોન્ટ્રાક્ટરો અને વિભાગના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

ભૂગર્ભમાં ઉતરેલા કોન્ટ્રાક્ટરો: એક પછી એક ધરપકડના પગલે આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક મોટા ગજાના કોન્ટ્રાક્ટરો અત્યારે પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

'નલ સે જલ' યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો, પરંતુ મહીસાગરમાં આ યોજનામાં મસમોટું કૌભાંડ આચરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.