મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan/ લણવા જૈન સંઘ દ્વારા શ્રી શામળા પાર્શ્વનાથ સહિત જીનબિંબોની 140મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય મહોત્સવ

ચાણસ્મા તાલુકાના લણવા ગામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ લણવા દ્વાર

ચાણસ્મા તાલુકાના લણવા ગામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ લણવા દ્વારા ફાગણ સુદ પાંચમના પાવન દિવસે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન, શ્રી મુનિ વ્રત સ્વામી ભગવાન અને શ્રી દોહલા પાર્શ્વનાથ ભગવાન સહિત આદિ જીનબિંબોની 140મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ સુધી ભક્તિભાવથી ઓતપ્રોત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં વિશેષ પૂજન, આરાધના અને ધાર્મિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૈન સમાજના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભવ્ય શોભાયાત્રાથી ગુંજ્યું લણવા ગામ

મહોત્સવ દરમિયાન નિજ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગામના ચારેય ચોકમાંથી વિધિવત પરિભ્રમણ કરી પુનઃ મંદિર પરિસરમાં પરત ફરી હતી. શોભાયાત્રામાં જૈન સમાજના તમામ વર્ગના લોકો ઉમંગ અને શ્રદ્ધાભાવે જોડાયા હતા. ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.

વર્ષોપુરાણું તીર્થધામ સમાન મંદિર

લણવા ગામનું આ જૈન મંદિર વર્ષોપુરાણું અને તીર્થધામ સમાન માનવામાં આવે છે. આ માર્ગ પરથી પસાર થતાં સાધુ-સાધ્વીઓ તેમજ જૈન સમાજના યાત્રાળુઓ અહીં દર્શનનો લાભ લેવા માટે અવશ્ય પધારે છે.

જૈન સમુદાયની લાગણી છે કે આ પ્રાચીન મંદિરે યાત્રાધામ વિકાસ બોર્ડમાં સ્થાન મળવું જોઈએ, જેથી મંદિરના વિકાસ સાથે યાત્રાળુઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બની શકે.

     

આ સમાચાર શેર કરો