મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan News: હારીજ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યોનો બળવો , સરકારના પરિપત્રનો કર્યો વિરોધ 

ગુજરાત સરકારના વોકલ ફોર લોકલના ભાગરૂપે ચાલતા સ્વદેશી મેળાના પરિપત્રનો ભાજપના જ સભ્યોએ વિરોધ દર્શાવ્યો

Patan News: હારીજ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યોનો બળવો , સરકારના પરિપત્રનો કર્યો વિરોધ 

ગુજરાત સરકારના વોકલ ફોર લોકલના  ભાગરૂપે ચાલતા સ્વદેશી મેળાના પરિપત્રનો ભાજપના જ સભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. સરકારના “ વોકલ ફોર લોકલ ” ના ભાગરૂપે લાવવામાં આવતા સ્વદેશી મેળાના ઠરાવમાં ભાજપના જ સદસ્યોએ સહી ના કરીને વિરોધ દર્શાવ્યો છે. ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં 18 સદસ્યોમાંથી 8 જેટલાં ભાજપના સદસ્યોએ સ્વદેશી મેળાનો વિરોધ કર્યો હતો. તેઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

હારીજ વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારે ઠરાવમાં સહી કર્યા બાદ નગરપાલિકામાં આવીને સહી ચેકીને બળવાખોરી કરી છે. ભાજપના સદસ્ય દ્વારા સ્વદેશી મેળાના ઠરાવમાં સહી ચેક્યા બાદ હારીજ નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


નોંધ - સરકારના પરિપત્ર માં સહી ના કરનાર ભાજપના બળવા ખોરો 

- ભાવનાબેન નવલસંઘ ચૌહાણ 
- ⁠જગદીશભાઈ સોલંકી 
- જયાબેન જગદીશભાઈ પરમાર 
- ⁠આરતીબેન પ્રતીક કુમાર મહેતા 
- ⁠હેતલબેન રમેશજી ઠાકોર 
- ⁠વિજ્યા લક્ષ્મી બેન ભીલ 
- ⁠રવિ કુમાર ઠક્કર 
- ⁠નીલમબેન કનૈયાલાલ ઠાકર

આ સમાચાર શેર કરો