મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan/ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પરીક્ષામાં ચોરી કરનાર 297 વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ

પાટણ સ્થિત છ જિલ્લાની કોલેજોનું સંચાલન કરતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (

Patan/ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પરીક્ષામાં ચોરી કરનાર 297 વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ

પાટણ સ્થિત છ જિલ્લાની કોલેજોનું સંચાલન કરતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ની પરીક્ષા શુદ્ધિકરણ (પશુ) સમિતિએ મોટી કાર્યવાહી કરી છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાઓ દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ લાલ આંખ કરી છે.

365 વિદ્યાર્થીઓની સુનાવણી બાદ લેવાયો નિર્ણય

યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમિયાન કોપી કેસમાં ઝડપાયેલા કુલ 365 વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. પશુ સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓની રજૂઆતો અને પુરાવાઓ તપાસ્યા બાદ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.

દંડ અને પ્રતિબંધની કાર્યવાહી

સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ  297 વિદ્યાર્થીઓ પર એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દોષિત વિદ્યાર્થીઓને રૂપિયા 2500 થી 4000 સુધીનો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પરીક્ષા શુદ્ધિકરણ સમિતિ એક્શનમાં

યુનિવર્સિટીમાં પરીક્ષાઓની પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે સમિતિ દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ કડક સંદેશ જશે કે પરીક્ષામાં ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે આ છ જિલ્લાની કોલેજો સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી હોવાથી, પરીક્ષા પદ્ધતિને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી ફૂટેજ અને સુપરવાઈઝરોના રિપોર્ટને આધારે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો