KUTCH: "નો રોડ, નો ટોલ"ના નારા સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હડતાળ, 35 હજાર વાહનોના થંભ્યા પૈડા

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે, જે વાર્ષિક કરોડો રૂપિયાના ટોલનું યોગદાન આપે છે, ખરાબ રસ્તાઓ અને ટોલ વસૂલાત વિરુદ્ધ "નો રોડ, નો ટોલ"ના નારા સાથે ઐતિહાસિક હડતાળનું રણશિંગુ ફૂંક્યું છે. આ સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આપતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ ૩૫ હજાર વાહનોના પૈડાં થંભાવી હડતાલ શરૂ કરી છે.
સામખિયાળી ટોલ નાકા પર શરૂ થયેલી આ સ્વૈચ્છિક હડતાળના કારણે અંદાજે 35 હજાર વાહનોના પૈડાં થંભી ગયા છે. બે દિવસ પહેલાં લોડિંગ બંધ કરાયું હતું, અને હવે મુખ્ય માર્ગો પર વાહનો થોભાવી દેવાયા છે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનો મોટી સંખ્યામાં સામખિયાળી સહિત અન્ય ટોલ નાકાઓ પર એકઠા થઈને આંદોલનને તેજ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરો "બ્લેક ડે"ના બોર્ડ લઈને વાહનો સાથે લડતમાં જોડાયા છે. આ હડતાળથી કચ્છની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે, કારણ કે આ વિસ્તાર માલ પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે.

