kutch news: બે બાળકો રમતા રમતા ટાંકીમાં પડી જતાં બંનેના મોત, પરિવાર પર ફાટ્યું આભ

સોર્સ : GSTV
કચ્છ જિલ્લાના અંજારમાં એક કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં બે બાળકોના ટાંકીમાં પડી જવાથી મોત નિપજ્યા છે. બંને ભાઈઓ લાંબા સમય સુધી પરિવારને ન જોવાતા આખરે પરિવારે શોધખોળ હાથ ધરી તો બંને ટાંકીમાં મૃત હાલતમાં દેખાયા હતા. પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના અંજારમાં કર્મચારી કોલોની વિસ્તારમાં સવારે રમતા રમતા ટાંકીમાં સાત વર્ષના બે બાળકો પડી ગયા હતા. પરિવારને લાંબા સમય બંને બાળકો ન મળતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને તપાસના અંતે ટાંકામાંથી અંકુશ અને અભિનંદન નામના બે ભાઈઓના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી ગયું હતું. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.

