Kutch news: મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર એક્ટીવા પર પડ્યું, 3 લોકોના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ સતત સર્જાતી રહે છે ,ત્યારે કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અંજાર-મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતાં કરુણાંતિક સર્જાઈ હતી. જેમાં આ કન્ટેનર સ્કૂટર પર જતા 3 લોકોના અડફેટે આવી ગયા હતા. ત્રણેય લોકોના મોત નિપજતાં માતમ છવાઈ ગયું છે. માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
રસ્તાની હાલત લોહીલુહાણ થઇ ગઈ
ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઇ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતને પગલે ઘટનાસ્થળે હાજર લોકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી.
ણેય લોકોના મૃતદેહોને કાઢવાની કામગીરી કરવામાં આવી
જેના બાદ કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહોને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ મૃતકોના મૃતદેહોને અંજારની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં મૃતકોના નામની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

