Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : 2 brothers caught stealing under the guise of selling old clothes in Nakhatrana, revealed to have criminal history

Kutch news : નખત્રાણામાં જૂના કપડાં વેચવાની આડમાં ચોરી કરતા 2 સગા ભાઈ ઝડપાયા, ગુનાહિત ઈતિહાસ હોવાનો ખુલાસો 

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Kutch news : નખત્રાણામાં જૂના કપડાં વેચવાની આડમાં ચોરી કરતા 2 સગા ભાઈ ઝડપાયા, ગુનાહિત ઈતિહાસ હોવાનો ખુલાસો 
સોર્સ : GSTV

Kutch news : કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગા ભાઈ ઝડપાયા છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને વાડીઓમાં જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં બંધ ઓરડીની રેકી કરતાં હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

વિવિધ 12 સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત
મળતી માહિતી મુજબ, કચ્છના નખત્રાણાના યક્ષ ત્રણ રસ્તા પાસે ઝૂંપડા વાળીને રહેતાં બે સગા ભાઈ પર શંકા જતાં પોલીસે તલાશી લીધી હતી. જેમાં બંને ભાઈઓ પાસે ઘરફોડ માટે વપરાતા ઈલેક્ટ્રિક પકડ, ડિસમિસ, તાળાની ચાવીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં પશ્ચિમ કચ્છના વિવિધ 12 સ્થળોએ ચોરીના ગુનાની તેઓએ કબૂલાત કરી હતી. 

આરોપીનો ગુનાહિત ઈતિહાસ- હળવદ, ભૂજ, હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદપોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઝડપાયેલા આરોપી રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાસણ) અને તેનો નાનો ભાઈ જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો બંને મૂળ બોટાદના રાણપુરના વતની હોવાનું જણાવ્યું હતું. આરોપી વિરૂદ્ધમાં હળવદ, ભૂજ અને હિંમતનગર સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરી અને ધરફોડની ફરિયાદ નોંધાઈ છે. 

ગુનામાં 6 સગાં-સાગરિતો પણ સામેલ 
આરોપીની સાથે અન્ય 6 સગાં-સાગરિતોના નામ સામે આવ્યા છે. જેમાં આરોપી રાજાની પત્ની ચમેલી ઉર્ફે મોતી, અજય હિંમતભાઈ વીરા, તેની પત્ની રોમન, ગંજીભાઈ કરમાવત, તેના બે પુત્રોમાં ધારસિંહ અને નરેશનો સમાવેશ થાય છે. 

ક્યાં-કેટલી ચોરીને અંજામ
બંને આરોપીએ કચ્છ-ભુજના વિવિધ 12 સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ગત 15 ઓક્ટોબરના રોજ માનકૂવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભુજ તાલુકાના ગોડપર સરલી ગામે ખીમીબેન મહેશ્વરી નામની મહિલાના બંધ ઘરમાંથી 50 હજારના રોકડ-દાગીનાની ચોરી કર્યા હતા.

જ્યારે મુંદ્રાના મોટી ભૂજપુર નજીક જબલપુર વાડી વિસ્તારમાં નારણભાઈ ગાંગિયા (ગઢવી)ના બંધ મકાનના તાળાં તોડી 26 હજારની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.87 લાખની ચોરી કરી હતી. આ મામલે ગત 23 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત, રોજ ભૂજના મિરજાપર ગામે રમેશ ભોગીલાલ દરજીના બંધ મકાનમાંથી 39 હજારની રોકડ અને ઘરેણાંની ચોરી મામલે બંને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. નખત્રાણાના રામેશ્વર વિસ્તારમાં દશરથ દરજીયા નામના યુવકના ઘરમાં 21 સપ્ટેમ્બરના રોજ સોના-ચાંદીના ઘરેણાં મળી રૂ.1.20 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવા મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ કચ્છ-ભૂજના વિવિધ વિસ્તારોમાં બંને ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો. 

ભૂજના નાયબ પોલીસ અધીક્ષકે જણાવ્યું હતું કે, આરોપીઓ ચોરીનો માલ ભુજના મહેશ કેશવજી સોની નામના સોનીને વેચતા હતા. સોનીએ આરોપી દ્વારા ચોરાયેલા ઘરેણાં ખરીદીને તેની લગડી બનાવી આપી હતી. પોલીસે લગડી રીકવર કરી લીધી છે. જોકે, સમગ્ર ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહેશ સોનીને આરોપીના બનાવતાં આશ્ચર્ય ફેલાયો છે.