મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનના PMની વિશ્વમાં ફજેતી, પુતિનની 40 મિનિટ સુધી વાટ જોયા બાદ બીજી મિટિંગમાં ઘુસી ગયા 

Pakistan PM waits for Putin : હાલમાં જ ભારત પ્રવાસ

પાકિસ્તાનના PMની વિશ્વમાં ફજેતી, પુતિનની 40 મિનિટ સુધી વાટ જોયા બાદ બીજી મિટિંગમાં ઘુસી ગયા 

Pakistan PM waits for Putin : હાલમાં જ ભારત પ્રવાસ બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાલ તુર્કમેનિસ્તાનના પ્રવાસે છે. અહીં તેમની તુર્કીયે તથા પાકિસ્તાનના વડા સાથે બેઠક નક્કી કરવામાં આવી હતી. જોકે પુતિને આવવામાં ખૂબ વિલંબ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાને ધીરજ ગુમાવી હતી. 

40 મિનિટ સુધી રાહ જોતાં રહ્યા શાહબાઝ શરીફ 
રશિયા ટુડેના અહેવાલ અનુસાર આજે જે સ્થળે બેઠક નક્કી કરાઈ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ત્યાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા. તેઓ 40 મિનિટ સુધી ખુરશીમાં બેઠા બેઠા રાહ જોતાં રહ્યા પણ પુતિન આવ્યા નહીં. જે બાદ તેમણે ધીરજ ગુમાવી અને અધિકારીઓને પૂછવા લાગ્યા કે શું ચાલી રહ્યું છે? 

જે સમયે શાહબાઝ શરીફ રાહ જોઈ રહ્યા હતા ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ અર્દોઆન સાથે બેઠક કરી રહ્યા હતા. આ બેઠક નિયત સમય કરતાં લાંબી ચાલી. 

ધીરજ ખૂટી તો બીજી મીટિંગમાં ઘૂસ્યા શરીફ:

પુતિન અને અર્દોઆનની બેઠકમાં ઘૂસી ગયા શાહબાઝ શરીફ, 10 જ મિનિટમાં બહાર આવ્યા 
બાદમાં શાહબાઝ શરીફ ઊભા થઈને જ્યાં પુતિન અને અર્દોઆનની બેઠક ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયા. જોકે ત્યાંથી પણ તેઓ 10 જ મિનિટમાં બહાર આવી ગયા. જોકે પુતિન અને અર્દોઆન હજુ પણ વાતો કરતાં જોવા મળ્યા. હવે શાહબાઝ શરીફ અને પુતિન વચ્ચે બેઠક થશે કે નહીં તે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

આ સમાચાર શેર કરો