Stock news today: વેપાર સોદાની આશા પર બજાર વધ્યું, સેન્સેક્સ 449 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 26046 પર બંધ

Stock news today: એશિયાઇ બજારોના મિશ્ર વલણથી ભારતીય શેરબજારમાં આ સપ્તાહના છેલ્લા સેશન એટલે કે 12 ડિસેમ્બરના રોજ મજબૂતિ સાથે બંધ થયું હતું. અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થવાના સમાચારથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી. મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદીથી પણ બજાર ઊંચકાયું.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 85,051 પર મજબૂત રીતે ખુલ્યો. ખુલ્યા પછી પણ ઈન્ડેક્સ ઉપર તરફી વલણ ચાલુ રાખ્યું અને અંતે 449.53 પોઈન્ટ અથવા 0.53 ટકાના વધારા સાથે 85,267.66 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 25,971 પર ખુલ્યો અને તેના થોડા સમય પછી 26,000ના આંકને પાર કરી ગયો. અંતે તે 148.40 પોઈન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે 26,046.95 પર બંધ થયો.બેન્ચમાર્ક ઈન્ડેક્સની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ સારું પ્રદર્શન કર્યું. બીએસઇ મિડકેપમાં 1.14 ટકાનો વધારો થયો, જ્યારે બીએસઇ સ્મોલકેપમાં 0.64 ટકાનો વધારો થયો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે તેજી હિન્ડાલ્કોમાં જોલા મળી હતી અને તેના શેરમાં 3.37 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, ટાટા સ્ટીલમાં 3.32 ટકા, એટરનલમાં 2.45 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સમાં 2.19 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 1.92 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી 50 કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવરને થયું હતું, તેના શેરના ભાવમાં 1.96 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, સન ફાર્મા 0.76 ટકા, આઇટીસી 0.70 ટકા, મેક્સ હેલ્થકેર 0.61 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા ઘટ્યા.
ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વાતચીત
રોકાણકારોનું ફોકસ ભારત અમેરિકા ટ્રેડ ડીલ સાથે જોડાયેલા ઘટનાક્રમ પર રહેશે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી, જેમાં બંને દેશોના અધિકારીઓ વેપાર કરાર પર વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી, ખાસ કરીને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ અંગે ચર્ચા કરી.પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્ર્મ્પની સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં વાત થઇ હતી. "અમે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે."
અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ વ્યાપાર, મહત્ત્વની ટેકનોલોજી. ઉર્જા. રક્ષા અને સુરક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે કહ્યું કે બંને નેતાઓ સામાન્ય પડકારોનો સામનો કરવા અને સામૂહિક હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા.
વૈશ્વિક બજારોની સ્થિતિ એશિયન બજારો મિશ્ર રહ્યા. ચીનનો CSI 300 ઈન્ડેક્સ 0.18 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.81 ટકા, જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.72 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.13 ટકા વધ્યો.
ડાઉ જોન્સ અને એસએન્ડપી 500 રેકોર્ડ સ્તરે બંધ રહ્યા હતાં. તેઓ અનુક્રમે 1.34 ટકા અને 0.21 ટકા વધ્યા. રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેંકના ઉધાર ખર્ચમાં 25 બેસિસ પોઈન્ટ (બીપીએસ) ઘટાડો કરવાના નિર્ણયનું મૂલ્યાંકન કરી રહ્યા હતા, જેમાં ચેરમેન જેરોમ પોવેલે વધુ સરળતા પર થોભવાનો સંકેત આપ્યો હતો.
જો કે નેસ્ડેક 0.26 ટકાના ઘટાડે બંધ રહ્યો હતો. ઓરેકલના અપડેટે રોકાણકારોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોકાણને લઇને સાવધ કર્યા હતાં. ઓરેકલના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો કારણ કે તેની ત્રિમાસિક પૂર્વાનુમાન વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં ઓછું રહી હતી અને કંપનીએ ચેતવણી આપી હતી કે વાર્ષિક ખર્ચ અગાઉના આયોજન કરતા $15 બિલિયન વધુ રહેશે.

