Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Marijuana cultivation caught in Manch village, 1 accused arrested with Marijuana worth Rs 11.20 lakh

Bharuch news: માંચ ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, રૂપિયા 11.20 લાખના ગાંજા સાથે 1 આરોપીની ધરપકડ         

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bharuch news: માંચ ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, રૂપિયા 11.20 લાખના ગાંજા સાથે 1 આરોપીની ધરપકડ         
સોર્સ : GSTV

Bharuch news: ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપે નબીપુરના માંચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે.પોલીસે કુલ રૂપિયા 11.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાનો ડ્રગ્સ ઈન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળી છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપે નબીપુર નજીક આવેલ માંચ ગામની રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મેળવી છે.SOG ટીમને મળેલીબાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન માંચ ગામના જૂના ભીલવાડામાં રહેણાંક મકાનના વાડામાં ઉગાડવામાં આવેલા 22.400 કિલો જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે કુલ રૂપિયા 11.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ ગેરકાયદે ગાંજાની ખેતીના આરોપી જીવણ વસાવાની ધરપકડ કરી છે. તેની સામે નબીપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.