VIDEO: મહેસાણા જિલ્લામાં 341 બાળકી ગર્ભવતી મુદ્દે SPGના અધ્યક્ષ લાલજી પટેલે CMને પત્ર લખી કરી રજૂઆત
VIDEO: મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ
VIDEO: મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં માત્ર એક જ વર્ષમાં કુલ 341 બાળલગ્નો થયાનું સામે આવ્યું છે. નાની ઉંમરે ગર્ભવતી બનતા તબીબ પાસે તપાસમાં જાય ત્યારે આ હકીકત સામે આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
મહેસાણામાં ગત એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા સામે આવતા આ અંગે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, નાની ઉંમરે ગર્ભવતી બનતા તબીબ પાસે તપાસમાં જાય ત્યારે તેમને પણ તંત્રને રજૂઆત કરવી જોઈએ. આ સમગ્ર મામલે લાલજી પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. મહેસાણા જિલ્લામાં જો 341 બાળવિવાહ થયા હોય તો અન્ય જિલ્લામાં પણ સરકારે તપાસ કરવી જોઈએ. આ ખૂબ ગંભીર મુદ્દો છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ.




