મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર તાલુકાના વર્ધી ગામે ગામસાઈ ઈંદ નિમિતે મેળામાં હજારોની માનવ મેદની ઉમટી

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ પાસ

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ પાસે આવેલા નાનકડા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાય છે. જેથી આ નિમિત્તે મેળો ભરાયો હતો. જેમાં હજારો લોકો આવ્યા હતા. 

છોટાઉદેપુરના જાણીતા આદિવાસી મેળાનું અનોખું આકર્ષણ છે. વર્ધી ગામમાં ભરાતા આ મેળામાં આદિવાસી સમાજની સાથે અન્ય લોકો ઉમટી પડતા હોય છે. ગામસાઈ ઈંદને લઈને ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગામસાઈ ઈંદની ઉજવણીને લઈને ભવ્ય મેળો પણ ભરાયો હતો. આ ગામસાઈ ઈંદની ઉજવણીને લઈને વર્ધી સહિત છોટાઉદેપુર તાલુકાના અલગ-અલગ ગામોમાંથી મહિલાઓ યુવાનો અને વડીલોએ નાચગાન કરી ઉજવણી કરી હતી. જેમાં રાજકીય પક્ષના તમામ આગેવાનો પણ જોડાયા હતા.

આ સમાચાર શેર કરો