Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 15-year-old girl's life saved after receiving advanced treatment after suffering multiple organ damage from falciparum malaria at Sterling Hospitals

Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ફેલ્સીપેરમ મેલેરિયાથી મલ્ટિપલ ઓર્ગન ડેમેજ બાદ એડવાન્સ ટ્રિટમેન્ટ મળતા 15 વર્ષની છોકરીનો જીવ બચ્યો

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ફેલ્સીપેરમ મેલેરિયાથી મલ્ટિપલ ઓર્ગન ડેમેજ બાદ એડવાન્સ ટ્રિટમેન્ટ મળતા 15 વર્ષની છોકરીનો  જીવ બચ્યો
સોર્સ : GSTV

Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદના ડૉક્ટરોએ ક્લિનિકલ એક્સિલન્સનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડતાં 15 વર્ષીય યુવતીનું જીવન બચાવ્યું છે, જે ગંભીર પ્લાસ્મોડિયમ ફાલ્સિપેરમ મેલેરિયા અને મલ્ટી-ઓર્ગન ફેલ્યર સામે ઝઝૂમી રહી હતી. યુવતીને રાજસ્થાનથી અત્યંત નાજુક હાલતમાં સ્ટર્લિંગ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ હતી અને તે વેન્ટિલેટર સપોર્ટ પર આધારિત હતી. તપાસમાં જાણવા મળ્યું કે ફાલ્સિપેરમ મેલેરિયાએ તેની કિડનીને નુકસાન પહોંચાડ્યું હતું, ફેફસાંને ગંભીર રીતે અસર કરી હતી અને અનેક અંગોમાં જટિલતાઓ ઊભી કરી હતી.

App Store

ડૉ. સોનલ દલાલ અને ડો. અમરીશ પટેલ (પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર વિશેષજ્ઞ)ની નિષ્ણાત દેખરેખમાં આઈસિયુ ટીમે તરત જ અદ્યતન સારવાર શરૂ કરી, જેમાં ડાયાલિસિસ અને વિશેષ ક્રિટિકલ કૅર સપોર્ટનો સમાવેશ થાય છે. યુવતી 12 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી અને 24x7 મોનીટરિંગથી તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો.

ક્રિટિકલ કૅર ટીમના સંયુક્ત પ્રયત્નોથી યુવતી સાજી થઈ અને 18 દિવસની ગહન સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. સ્ટર્લિંગ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ગંભીર મેલેરિયા કેસોમાં સમયસરના નિદાન, યોગ્ય રેફરલ અને અદ્યતન ક્રિટિકલ કેર સુવિધાઓની ઉપલબ્ધતા કેટલું મહત્વ ધરાવે છે તે દર્શાવે છે.

ડો.અમરીશ પટેલે વધુમાં કહ્યું કે તેના ફેફસામાંથી કફ કાઢવા માટે અમે બ્રોન્કો સ્કોપી કરી એટલે સામાન્ય ભાષામાં કહીએ તો દૂરબીન વડે ચકાસી કફ દૂર કર્યો હતો. બાદમાં દર્દી સ્વસ્થ થયું એટલે વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યા પછી અમે તેને નોર્મલ રૂમમાં શિફ્ટ કરી હતી. આ સમય સુધી પેશન્ટ રિકવરી મોડમાં આવી ગયું હતું. યોગ્ય સારવાર પછી લગભગ 18 દિવસ બાદ 15 વર્ષીય છોકરીને રજા આપી દેવામાં આવી હતી.

ફેલ્સીપેરમ મેલેરિયા કેટલો જોખમી?
ફેલ્સીપેરમ મેલેરિયા અંગે વધુમાં જણાવતા ડો. અમરીશ પટેલે કહ્યું કે સામાન્યરીતે જોવા જઈએ તે આવા 90 ટકા કેસમાં તો દર્દીને ગણતરીના દિવસોમાં રિકવરી આવી જાય છે. પરંતુ 10 ટકા કેસ એટલા ગંભીર થઈ જાય છે કે દર્દીના જીવ પર જોખમ આવી જાય છે. આ કેસ પણ ઘણો ક્રિટિકલ હતો અને જે પ્રમાણેની કંડિશનમાં આ 15 વર્ષીય દર્દીને દાખલ કરવામાં આવી હતી, તેને ફરીથી સ્વસ્થ કરવામાં અમારી મેડિકલ સ્ટાફનો ઘણો મોટો ફાળો છે. અહીં મલ્ટિસ્પેશિયાલિટી યુનિટ્સ છે અને દરેક પ્રકારની ટ્રિટમેન્ટ તેને તાત્કાલિક મળી ગઈ હતી. જેના પરિણામે ક્રિટિકલ કેસ હોવા છતાં અહીં 18 દિવસમાં તે પહેલાની જેમ સ્વસ્થ થઈ ગઈ હતી.

15 વર્ષીય છોકરીની રિકવરી અંગે ડો. સોનલ દલાલે કહ્યું કે અહીં અમે જીવને પણ જોખમ હોય એવા ઘણા દર્દીઓને મોતનાં મુખમાંથી બચાવી લીધા છે. આનો શ્રેય સ્ટર્લિંગ હોસ્પિટલના તમામ મેડિકલ સ્ટાફને જાય છે. એટલું જ નહીં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાથી દર્દીને ઈમરજન્સીમાં કઈપણ જરૂર પડી હોય તો ટેલેન્ટેડ ડોકટર્સની ટીમ હાજર જ રહેતી હોય છે. આ કેસ પણ એટલો જ ક્રિટિકલ હતો, પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ક્લિનિકલ એક્સિલન્સ, 24 કલાક સપોર્ટ, એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શાનદાર ટીમવર્કને લીધે તેનો જીવ બચી ગયો છે.