Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: A herd of 7 lions was spotted together on the Fereda Road in Gir-Gadhda

VIDEO: ગીર-ગઢડાના ફરેડા રોડ ઉપર એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતીમાં કહેવત છે કે, સિંહોના ટોળા નહિ અને સાધુની જમાત નહિ પરંતુ ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં આ કહેવત સાવ ખોટી પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા ગીર-ગઢડા શહેરની આસપાસ એક મહિનાથી સિંહો કાયમી વસવાટ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી રાત્રિના સમયે સિંહ પરિવાર ગમે ત્યારે લટાર મારતો નજરે પડતો હોય છે.

App Store

આવું જ એક દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં માદા સિંહણ સાથે સિંહ બાળની લટાર મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થઈ હતી. ગીરગઢડાના ફરેડા રોડ પર સિંહોનું ટોળું આવી જતા રસ્તામાંથી પસાર થતા રાહદારીઓ આ નજારો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. વન વિભાગને આ અંગે ઘણીવાર રજૂઆત કરવા છતાં આ સ્થળ પર પેટ્રોલિંગ કરવામાં નથી આવતું હોવાનું સામે આવ્યું છે.