Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Raid on illegal carbocell mines in Bhadula area of ​​Thana, Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાત-દિવસ અને સતત ગેરકાયદેસર રીતે ધમધમતી કાર્બોસેલની ખાણોના હબ ગણાતા સુરેન્દ્રનગરમાં ફરી એકવાર પોલીસના દરોડા પડયા છે. આ વખતે પોલીસ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાનના ભાડુલા વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ રહેલી 4 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડી પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, ગેરકાયદે ચાલતી ખાણ પર પોલીસે દરોડા પાડયા હતા. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે થાનના ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલુ રહેલી ખાણો પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં થાન પોલીસે દરોડા બાદ 4 ખાણ સામે પગલાં ભર્યા હતા. જો કે, આ દરમ્યાન ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. 4 ડમ્પર, મોટરસાયકલ, ચરખીઓ સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડાની કામગીરી યથાવત્ રાખી છે.