Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Repairs underway at various bridges after Subhash Bridge in Ahmedabad, system not serious, reveals

VIDEO: અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ વિવિધ બ્રિજમાં રિપેરિંગ હોવાનો ખુલાસો, તંત્ર ગંભીર ન હોવાનું સામે આવ્યું

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં બ્રિજ અવર-નવાર કોઈ કારણસર ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ બ્રિજનું ઈસ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ AMCને આપવામાં આવ્યો હતો..રિપોર્ટમાં વિવિધ બ્રિજને લઈને સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં પરીક્ષિત લાલ નગર બ્રિજ. ગુજરાત કૉલેજ બ્રિજ સહિતના બ્રિજમાં મરામતની વાત કરવામાં આવી છે
 
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંભીરા દુર્ઘટના બાદ વિવિધ રીતની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ત્રણ કંપનીઓ દ્વારા બ્રિજના ઈન્સ્પેકશન રિપોર્ટ સોંપવામાં આવ્યા હતા રિપોર્ટમાં કેટલાક બ્રિજોમાં મરામતની જરૂર હોવાની વાત કરવામાં આવી. જોકે રિપોર્ટ બાદ પણ  તંત્ર આ મુદે ગંભીર હોય તેમ લાગતું નથી.
 
ગાંધી આશ્રમ પાસે આવેલ પરીક્ષિતલાલ નગર બ્રિજ વર્ષો જૂનો છે. બધા સ્પાનના સ્લેબ અને ગર્ડરમાં તિરાડો જોવા મળે છે. ચણતરના સાંધા બંને એબટમેન્ટ્સ પર ખુલ્લા હોવાનું જણાવ્યું છે. લોકોનું કહેવું છે કે આ બ્રિજ ઝડપથી મરામત કરવો જોઈએ.
 
હાટકેશ્વરથી ઘોડાસર તરફ જતો પૂર્વનો આ બ્રિજ ખૂબ જ મહત્વનો છે. ગુરુજી બ્રિજને તાત્કાલિક રિપેરિંગ કરવાની વાત રિપોર્ટમાં કરવામાં આવી છતાં કઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેમ લાગતું નથી. બ્રિજ પર સળિયા દેખાયા છે. તો રોડના કેટલોક ભાગ બેસી ગયો હોય તેવું જણાય છે. વિવિધ જગ્યાએ સળિયા દેખાતા બ્રિજ ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે છે. 
 
ખોખરામાં આવેલ નાથાલાલ ઝઘડા બ્રિજ પર પણ મરામત કરવાની વાત કરવામાં આવી છે. બેરિંગ ગડરને રિપેર કરવાની વાત કરવામાં આવી છે. તો ગુજરાત કૉલેજ પાસે આવેલા તારાકાકા બ્રિજમાં પણ નાનકી મોટી મરામત જરૂરી હોવાની વાત કરવામાં આવી છે. સુભાષ બ્રિજ બાદ હવે તંત્ર જાગે તે જરૂરી છે નહીં તો કોઈ મોટી હોનારત થાય તો નવાઈ નહી. 

App Store