Strange news: આ દેશમાં અચાનક ઠેર-ઠેર ઊંડા ભુવા પડયા, આખો વિસ્તાર પાતાળમાં ગરકાવ થવાની તૈયારીમાં, જાણો આખો મામલો

Strange news: તુર્કી દેશના મધ્ય વિસ્તાર કોન્યા પ્લેનમાં એક ડરામણી સમસ્યા વધી રહી છે. અહીં આશરે 700 મોટા-મોટા ઓબ્રુક એટલે કે, મસમોટા ભુવા પડયા છે. નવા નવા ઊંડા ખાડા બની રહ્યા છે. આ વિશાળા ખાડા ખેતીને ગળી રહ્યા છે. જેનાથી ખેડૂતો ડરી રહ્યા છે. મુખ્ય કારણ છે લાંબા સમયથી ચાલતા દુષ્કાળ અને ભૂજળનો વધુ પડતો ઉપયોગ.
ડિસેમ્બર-2025ના તાજા રિપોર્ટમાં આ સંખ્યા 684 કહેવામાં આવી છે. જે દેશની અનાજની ટોપલી કહેવાતો વિસ્તાર માટે ખતરો ઊભો થયો છે. ઓબ્રુક જમીનની નીચેની ખડકમાં પાણી ભળી જતા બને છે. જ્યારે ભૂજળનું સ્તર ખૂબ ઘટી જાય છે, તો ઉપર માટીનો ટેકો ગુમાવીને અચાનક નીચે સરકારી જાય છે.તુર્કી દેશનો કોન્યાનો વિસ્ચાર કાર્સ્ટ ક્ષેત્ર છે, જ્યાં ચૂના અને પથ્થરના ખડકો છે. આ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. વર્ષ-2000ના દાયકાથી આ ખાડા ઝડપથી બનવા લાગ્યા છે. કેટલાક તો 200 ફૂટથી વધુ ઊંડા છે. ઓગસ્ટ 2025માં કરનાન પ્રાંતના સુદુરાગી ગાંમડામાં 15 મીટર પહોળો અને 5 મીટર ઊંડો ઓબ્રુક બન્યો હતો. સપ્ટેમ્બરમાં કરાપિનારમાં 40 મીટર ઊંડો ઈનોબા ઓબ્રુક જોવા મળ્યો છે.
દુષ્કાળ અને ભૂજળનો વધુ ઉપયોગ કારણભૂત
તુર્કી દેશની કલાઈમેટ ચેંજ ખરાબ રીતે પ્રભાવિત છે. વરસાદ ઓછો થઈ રહ્યો છે. ગરમી વધી રહી છે. કોન્યામાં પાણીના ઝરણાં અને જળાશય કોરાધાકોર છે. ખેડૂત અનાજ, બીટ અને મકાઈ જેવા પાક ઉગાડવા માટે ભૂજળ પર નિર્ભર છે. હજારો કાયદેસર અને ગેરકાયદે કૂવા ખોદવામાં આવ્યા છે. જેનાથી ભૂજળ ઝડપથી ઘટી રહ્યું છે.
નાસા અનુસાર, વર્ષ-2021માં જળાશય 15 વર્ષના સૌથી નીચલા સ્તર પર હતા. ગેરકાયદે કૂવા પર પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ દુષ્કાળ એટલો ખરાબ છે કે ખેડૂત મજબૂર છે. કોન્યા તુર્કીનો સૌથી મોટો અનાજ ઉત્પાદક વિસ્તાર છે. ઘઉંનું 36 ટકા અને બીટનું 35 ટકા અહીં ઉત્પાદન થતું હોય છે. પરંતુ હવે ખેતરો ખરાબ થઈ રહ્યા છે.
ખેડૂતોના ખેતરો જમીનમાં ધસતા ડરનો માહોલ
કેટલાક ખેડૂતોએ જોખમ ધરાવતા વિસ્તારને છોડી દીધા છે. કેટલાક ખેડૂતો તો પોતાના ખેતરમાં ટ્રેકટર ચલાવતા પણ ડરે છે. કે ક્યાંક જમીન સરકી ન જાય. ઘણા ખેતરોમાં બે-બે ઓબ્રુક બની ચુક્યા છે. ગામડાઓની આસપાસ આવા જ પ્રકારના ઊંડા ખાડા પડી રહ્યા છે. ઘર અને જનાવરોને ખતરો છે. તુર્કીની ડિઝાસ્ટર તંત્રએ કોન્યા, કરમાન અને અક્સરાયમાં 684 ઓબ્રુક આવેલાં છે.
સૌથી વધુ કરાપિનાર જિલ્લામાં 534 ઊંડા ખાડા પડયા છે. આ હવે શહેરો અને મકાનોની નજીક પહોંચી રહ્યા છે. સરકાર અને કોન્યા ટેક્નિકલ યુનિવર્સિટી મળીને રિસ્ક મેપ બનાવી રહ્યા છે. ગેરકાયદે કૂવા પર આકરા નિયમો, મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે, ક્લાઈમેન્ટ ચેંજ અને પાણીનું ખરાબ મેનેજમેન્ટ વગર સમસ્યા નહિ રોકાય વધુ વરસાદ નહીં વરસે અને ઓબ્રુક બનશે. કોન્યાનું આ સંકટ કલાઈમેન્ટ ચેંજની મોટી ચેતવણી છે. જો ભૂજળ બચાવવા અને પાણીનો યોગ્ય વપરાશ નહી કરાયો તો, તુર્કીનું અનાજ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થશે. ખેડૂત કહે છે કે, કામ કરવું પડે છે, નહીંતર પરિવાર ભૂખે મરશે, પરંતુ જમીન તેઓને ગળવા બેઠી છે.

