મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપના પ્રમુખ, OBC નેતાએ ફોર્મ ભર્યું

ભાજપના ગુજરાત પ્રદેશ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી બાદ

જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપના પ્રમુખ, OBC નેતાએ ફોર્મ ભર્યું

 ભાજપના ગુજરાત પ્રદેશ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી બાદ 4 ઓક્ટોબરના નિમણૂક થશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્માનું નામ ફાઈનલ થયું છે. જગદિશ પંચાલ ફોર્મ ભરવા પહોંચ્યા છે.

જાણો જગદીશ વિશ્વકર્મા કોણ છે?

જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ) હાલ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલ મતવિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે. તેઓના પાસે હાલમાં કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મહત્વપૂર્ણ હવાલાઓ છે.

જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર

 જગદીશ વિશ્વકર્માની રાજકીય યાત્રા 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે શરૂ થઈ હતી અને ત્યારથી તેઓ રાજ્ય ભાજપમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર રહ્યા છે, જેમાં ઉદ્યોગ સેલના સંયોજક અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકેના દાયકાના અનુભવો સામેલ છે. OBC સમાજમાંથી આવતા જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપમાં વધતા OBC નેતૃત્વના પ્રતિનિધિ તરીકે સામે આવ્યા છે.

OBC નેતૃત્વ તરફ વળ્યું ભાજપ

ગુજરાતમાં હાલ પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે,પ્રદેશ પ્રમુખ પદ માટે OBC નેતાના નામની પસંદગીથી સામાજિક સંતુલન જાળવી શકાય તેમ  છે. આમ રીતે ગુજરાત ભાજપની સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાની રણનીતિ સામે આવી રહી છે. 

તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015 થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીત્યો હતો.

આ સમાચાર શેર કરો