ગુજરાતમાં ઉત્તરાયણ પર મારામારીની ઘટનાઓમાં વધારો, અલગ અલગ જગ્યાએ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ
ઉત્તરાયણના પર્વ પર ક્યાંક જુથ અથડામણ તો ક્યાંક અંગત અદાવત રાખી મારામારીની ઘટનાઓ સામે આવતા ઉત્સાહનો

ઉત્તરાયણના પર્વ પર ક્યાંક જુથ અથડામણ તો ક્યાંક અંગત અદાવત રાખી મારામારીની ઘટનાઓ સામે આવતા ઉત્સાહનો પર્વ હુમલામાં ફેરવાયો હતો. જેમાં લીંબડીમાં એક જ જ્ઞાતિના લોકોના બે જુથ વચ્ચે અથડામણ થયું ત્યાં ગોંડલમાં અજાણ્યા બાઇક ચાલકે 4 લોકો પર છરી લઈને તૂટી પડ્યો. બીજી બાજુ અરવલ્લીમાં સામૂહિક કેન્દ્ર પર હુમલો કરી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.
આ પણ વાંચો: વલસાડ: ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષના બાળકનું અચાનક મોત થતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો
લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે મારામારી
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણામાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જેમાં બંને જ્ઞાતિના લોકોને ઈજાઓ પહોચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનામાં ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતા 6 વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
ગોંડલમાં સામાન્ય બાબતે ચાર લોકો પર છરી વડે હુમલો
ગોંડલની કડિયા લાઈનમાં પગપાળા જતાં પરિવારજનોએ બાઈકચાલકને જોઈને વાહન ચલાવવાનું કહેતા બાઈકચાલકે પીત્તો ગુમાવ્યો હતો અને ત્યારબાદ અજાણ્યા બાઇકચાલકે 4 વ્યક્તિઓ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના PSI, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.
ઇડરમાં જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
ઈડરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતાં ઉતરાયણનો ઉત્સાહ હુમલામાં પરિણમ્યો હતો. ઉશ્કેરાયેલા ઈસમોએ જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કરતાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને માથાના ભાગે દસ જેટલા ટાંકા આવ્યા હતા. પોલીસને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી હોવાની વાત સામે આવી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં ઉત્તરાયણ બની ઘાતકી; જુદી-જુદી ઘટનામાં 3એ જીવ ગુમાવ્યો, 200 જેટલા
અરવલ્લીમાં શખ્સોએ આરોગ્ય કેન્દ્ર પર કર્યો હુમલો
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. બાયડના પાલડી ગામે અંગત અદાવતમાં ધીંગાણું સર્જાયું હતું. જેમાં અરસપરસના હુમલામાં સાત લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સામૂહિક આરોગી કેન્દ્ર પર પણ કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં હુમલો કરી દીવાલ તોડી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આંબલીયારા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા કુલ 28 જણાં વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.








