વલસાડ: ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષના બાળકનું અચાનક મોત થતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો

વલસાડની એક ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષના બાળકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. બાળકનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયુ હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 13 વર્ષના બાળકને વલસાડની આશ્રય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત કફોડી બનતા નજીકમાં જ આવેલ ડોક્ટર હાઉસમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ટૂંકી સારવાર દરમ્યાન બાળકનું મોત
ટૂંકી સારવાર દરમ્યાન બાળકનું મોત થયું હતું. આશ્રય હોસ્પિટલમાંથી ડોક્ટર હાઉસમાં ખસેડવા માટે હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નહોતીં. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ લગવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મોતનો માંજો! ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાયા, બાળક-મહિલા સહિત છના મોત
હોસ્પિટલે વ્હિલચેર કે સ્ટ્રેચરની પણ સુવિધા આપવામાં આવી નહોતી
પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલે વ્હિલચેર કે સ્ટ્રેચરની પણ સુવિધા આપવામાં આવી નહોતી. આ મામલે હોબાળો મચ્યો હતો. પરિસ્થિતિ વધુ બગડતા હોસ્પિટલે પોલીસને બોલાવી હતી. તો બીજી તરફ પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.

