રાજકોટમાં ઉત્તરાયણ બની ઘાતકી; જુદી-જુદી ઘટનામાં 3એ જીવ ગુમાવ્યો, 200 જેટલા પક્ષીઓના મોત
રાજકોટ: ગુજરાતભરમાં પતંગરસિકો ઉત્તરાયણના તહેવારની મોજ માણી રહ્યા છે. આ દર

રાજકોટ: ગુજરાતભરમાં પતંગરસિકો ઉત્તરાયણના તહેવારની મોજ માણી રહ્યા છે. આ દરમિયાન પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા સહિતના જિલ્લામાં દોરી વાગવાની અલગ-અલગ ઘટનામાં ઘણાં બધાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક પરિવારે પોતાના સદસ્યને ગુમાવ્યા છે. તહેવાર દરમિયાન ગળુ કપાવાની એનેક ઘટનાઓ સામે આવી છે.
રાજકોટમાં ઉત્તરાયણ બની ઘાતકી
ત્યારે રાજકોટમાં પણ ઉત્તરાયણ ઘાતકી બની છે. ઉત્તરાયણનો પર્વ માતમ માં ફેરવાયો છે. રાજકોટમાં અલગ અલગ ત્રણ સ્થળેથી મોતની ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં ઘંટેશ્વર પાસે મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડતા પડી જતાં 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.
બીજા બનાવમાં દોરાથી ગળું કપાતા રાજકોટ બેડલાના 28 વર્ષીય વ્યક્તિનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે રાજકોટના મીરા ઉદ્યોગ નગરમાં બીજા માળેથી પડતાં ૧૮ વર્ષના યુવકનું મોત નિપજ્યું હોવાની પણ ઘટના સામે આવી છે. અલગ અલગ ત્રણ ઘટનામાં પરિવાર માટે તહેવાર માતમમાં ફેરવાયો છે.
આ પણ વાંચોઃ રાજકોટ: મારવાડી યુનિવર્સિટીના 18 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ હજું અકબંધ
1000 જેટલા પક્ષીઓ થયા ઈજાગ્રસ્ત
આ ઉપરાંત રાજકોટ શહેરમાં કરુણા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે સતત દોડતી જોવા મળી હતી. રાજકોટ શહેરમાં જુદા જુદા 16 સ્થળો પર પક્ષીઓ માટે ટેમ્પરરી હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી. મકરસંક્રાતિના એક જ દિવસે 1000 જેટલા પક્ષીઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 200 પક્ષીઓના કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે હજુ પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ આવી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.






