મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પત્ની પાસે ઉભેલો જોઈ પતિએ સગીરને રહેંસી નાખ્યો, ફરાર થાય તે પહેલા આરોપીને ઝડપી પડાયો

સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્

સુરતમાં પત્ની પાસે ઉભેલો જોઈ પતિએ સગીરને રહેંસી નાખ્યો, ફરાર થાય તે પહેલા આરોપીને ઝડપી પડાયો

સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી. સાયણના કાશી ફળીયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝગડામાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે તે પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી તેને જેલ ભેગો કરી દીધો હતો.

સુરતના ઓલપાડમાં તાલુકામાં 15 દિવસમાં જ 2 હત્યાની ઘટના સામે આવી હતી. પતિ દ્વારા પતિની હત્યા હજી ભુલાઈ ન હતી. એવામાં ગતરોજ ઓલપાડમાં સગીરની હત્યાથી ચકચાર મચી ગઇ હતી. ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા આ યુવકનું નામ વિજય વસાવા છે. અને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર ગામનો વતની છે. બે દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં સુરતના સાયણ વિસ્તારના કાશી ફળિયામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણી દરમિયાન અનેક સ્થળો પર સર્જાયા બોલાચાલીના દ્રશ્યો

પત્ની એકલી હતી અને કાશી ફળીયાનોજ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઉભો હતો, તે દરમ્યાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઉભો છે કહી ઝગડો શરૂ થયો હતો. પહેલા બોલાચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તિક્ષણ હથિયાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દીધું હતું. જેથી સગીર યુવક લોહી લુહાણ હાલતમાં કાશી ફળિયામાં ભાગ્યો હતો. સગીર યુવકને લોહી લુહાણ હાલતમાં જોતા લોકો ભેગા થઈ જતા આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

ઓલપાડના સાયણમાં સગીર યુવકની હત્યા થઈ હોવાના મેસેજ મળતા સાયણ આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ઓલપાડ પી. આઈ ચેતન જાદવ અને ડી. વાય. એસ. પી -એ. જે.પટેલ પણ પહોંચ્યા હતા. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્તમ માટે ખસેડ્યા બાદ ઓલપાડ પીઆઇ ચેતન જાદવે અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.  પોલીસને બાતમી મળી કે આરોપી તેના વતન વાલિયા ભાગી રહ્યો છે, તેનું લોકેશન કારેલી ગામ નજીક મળતા પોલીસે તેને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ પણ વાંચો : કોમી એકતાનું ઉદાહરણ: મુસ્લિમ પરિવારની દિકરીના લગ્નનું મોસાળ હિંદુ પરિવારમાં કરાતા સર્જાયા ભાવુક દૃશ્યો

આરોપી વિજય વસાવા ઝડપાઈ જતા પોલીસે હત્યાનું કારણ આરોપીને પૂછ્યું તો આરોપી એ કહ્યું કે, મારી પત્ની સાથે ઉભેલો હતો એટલે બોલાચાલી, ગાળા ગાળી અને ત્યારબાદ મારામારી થતા આરોપી વિજયે સગીર યુવકની હત્યા કરી નાખી હતી. આવા કિસ્સા સમાજ માટે લાલ બત્તી સમાન છે. એકે બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજાએ જેલમાં જવાનું આવ્યું એટલે કે એક સાથે બે પરિવારે ભોગવાનું આવ્યું. હાલતો આરોપીને પણ મારામારીમાં ઇજા થઈ હતી જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરશે.

આ સમાચાર શેર કરો