ગુજરાત સમાચાર અને GSTV પ્રેરિત નવા પ્રકલ્પ 'કલાસ્મૃતિ' માટે લોગો ડિઝાઈન સ્પર્ધા : વિજેતાને રૂ.51000નો રોકડ પુરસ્કાર
[email protected] પર 1 જૂન સાંજના 6 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકાશે ગુજરાત સમાચાર-GSTV

[email protected] પર 1 જૂન સાંજના 6 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકાશે
ગુજરાત સમાચાર-GSTV દ્વારા ગુજરાતમાં એક અનોખી પહેલ શરૂ થઈ રહી છે, જેનું નામ છે : કલાસ્મૃતિ. આ ‘કલાસ્મૃતિ’ અંતર્ગત ભારતભરમાં અનોખા એવા સર્જનાત્મક આયોજનો કરવાની નેમ છે. ગુજરાતની સર્જક પ્રતિભાઓની જૂની પેઢીના અનુભવનો સંગમ નવી પેઢીની ઊર્જા સાથે થાય એ સંકલ્પ છે. જેમાં નાટક, અભિનય, નૃત્ય, સંગીત, ગાયન, વાદન, સાહિત્ય, ભાષા જેવા નવરસની અભિવ્યક્તિના બધા જ આયામોને આવરી લેવાશે. જેમાં પાંગરતી ઊગતી પેઢીને મંચ મળશે, શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, ફેસ્ટિવલ્સ, ઇવેન્ટ્સના આયોજનો થશે અને વિશિષ્ઠ કાર્યક્રમો થકી નવા જ યુવા ઓડિયન્સનું ઘડતર કરવાનું સ્વપ્ન છે.
આ ઓળખ અને અભિગમને ધ્યાનમાં લઈ ઇનોવેટિવ આર્ટિસ્ટસને ‘કલાસ્મૃતિ’ માટે ઉત્તમ, આકર્ષક, તરોતાજા નાવીન્ય ધરાવતો લોગો ડિઝાઇન કરવા એક સ્પર્ધા રાખવામાં આવી છે. લોગોની ડિઝાઈન તા. 1 જૂનના સાંજના 6 વાગ્યા સુધીમાં ઈમેઈલથી [email protected] પર મોકલવાની રહેશે. ચયન સમિતિ જે લોગો પસંદ કરશે એને 51,000 રૂપિયાનો પુરસ્કાર અપાશે.
લોગો મલ્ટીકલર કે સિંગલ/ ડબલ કલર કોઈ પણ પ્રકારનો હોઈ શકે, પણ યુથફૂલ ઍન્ડ ટાઇમલેસ હોવો જોઈએ. પ્રવૃતિઓનું પ્રતિબિંબ ઝળકે અને સંસ્થાના મિજાજને ઝીલતી આઇડેન્ટીટી બને એવો હોવો જોઈએ. અતિશય જટિલ નહિ, પણ આસાનીથી લોકભોગ્ય થાય અને કોઈની નકલ ના લાગે, પણ ઓરિજીનલ હોવો જોઈએ. લોગો શક્ય હોય તો ડિજિટલી તૈયાર કરી મોકલવો. અથવા ચિત્ર હાઈ રિઝોલ્યુશનમાં મોકલવું. સાથે નામ, સંપર્ક, ઉંમરની વિગત મોકલવી. લોગોને લગતું પાંચેક લીટીનું લખાણ જરૂરી લાગે તો જ મોકલવું. ગુજરાતની ક્રિએટિવ ટેલેન્ટને કલાસ્મૃતિની અનેરી પહેલ સાથે જોડાવાની આ સુવર્ણ તક છે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 1 જૂન, 2024 છે.
સ્પર્ધાના નિયમો અને શરતો
- સ્પર્ધકોએ લોગો Vector ફોર્મેટમાં બનાવવો.
- સંસ્થાનું નામ SSCC છે. જે લોગોમાં ક્યાંક હોવું જોઈએ.
- સ્પર્ધા એન્ટ્રી માટેનો લોગો JPG અથવા PNG ફોર્મેટમાં અને RGB કલર પેલેટમાં મોકલવો.
- વિજેતાએ સિલેક્ટેડ લોગોમાં જરૂર પડ્યે editing કરવાનું રહેશે.
- વિજેતાએ એડિટેબલ fonts સાથે ઓપન ફાઈલ RGB અને CMYK બંને કલર વેરિએન્ટમાં આપવાની રહેશે.
- ઓપન ફાઈલ AI, EPS અથવા CDR ફોર્મેટમાં મોકલવાની રહેશે.
- લોગો સાથેના મેઈલમાં સ્પર્ધકોએ પોતાનુ નામ, ઉંમર, કોન્ટેક્ટ નંબર અને ઈમેઈલ આઈડી ખાસ મોકલવું.
- આ બાબતે પસંદગીનો નિર્ણય આખરી રહેશે ને કોઈ ચર્ચાને અવકાશ રહેશે નહીં.








