મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને ફટકારી નોટિસ, સાત દિવસમાં રિપોર્ટ મોકલવા આદેશ

અમદાવાદની બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને અંધારામાં રાખી એન્જિયોપ્લાસ્ટિ બાદ બ

ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને ફટકારી નોટિસ, સાત દિવસમાં રિપોર્ટ મોકલવા આદેશ

અમદાવાદની બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને અંધારામાં રાખી એન્જિયોપ્લાસ્ટિ બાદ બે દર્દી મોત થતા વિવાદ થયો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલે ફટકારી નોટિસ

ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલને સારવારના તમામ કાગળો, દસ્તાવેજ, રિપોર્ટ તથા અન્ય પુરાવા સાત દિવસમાં મોકલી આપવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડિડ, માલિકનું નામ, સી ફોર્મ, ડૉક્ટરના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય કાઉન્સિલે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત વજીરાણી, સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને CEO ચિરાગ રાજપૂતને પણ નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: રાજ્ય આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં: ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ, હોસ્પિટલમાં દર્દીઓ 'ગ્રાહક' બન્યા

શું હતી ઘટના?

અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મહેસાણાના કડીના બોરીસમા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇ પણ પ્રકારની સંમતિ વગર જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યા હતા જેમાંથી બે દર્દીના સ્ટેન્ટ લગાવ્યાના કલાકોમાં જ મોત થયા હતા. આ દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે કોઇ જ પ્રકારની ગંભીર સમસ્યા ના હોવાનો સ્વજનોએ દાવો કર્યો હતો. 

હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓનું મોત થયા બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો