રાજ્ય આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં: ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ, હોસ્પિટલમાં દર્દીઓ 'ગ્રાહક' બન્યા
ગુજરાતમાં હૉસ્પિટલોમાં સરકારી યોજનાનો લાભ લઇ નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓ જીવ ગુમાવી રહ્યાં છે. મેડિકલ માફિયાઓ બેફામ બન્ય

ગુજરાતમાં હૉસ્પિટલોમાં સરકારી યોજનાનો લાભ લઇ નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓ જીવ ગુમાવી રહ્યાં છે. મેડિકલ માફિયાઓ બેફામ બન્યાં છે. સરકાર-આરોગ્ય વિભાગનો ડર જ રહ્યો નથી. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, ભાજપના રાજમાં ચંદા લો, ધંધાની નીતિને કારણે આરોગ્ય ક્ષેત્રે પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યાં છે. એટલુ જ નહીં, હોસ્પિટલમાં હવે દર્દીઓ જાણે કે ગ્રાહક બની રહ્યાં છે. ફ્રી આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે વિશ્વાસઘાત કરી સારવારના નામે જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે તેમ છતાં રાજ્ય આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે.
રાજ્યમાં PMJAY યોજના હેઠળ દર્દીઓની સારવાર કાગળ પર
રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ના નામે દર્દીઓની સારવાર કાગળ પર ચાલી રહી છે તે કેગના રિપોર્ટમાં પુરવાર થયુ છે. આમ છતાંય સરકારી હોસ્પિટલોની સ્થિતિ સુધારવાને બદલે ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બેરોકટોક રીતે મંજૂરી જ નહીં, પ્રોત્સાહન આપીને ખાનગી હોસ્પિટલોને રાજ્ય આરોગ્ય વિભાગ જ દર્દીઓને જાણે લૂંટવાનો પરવાનો આપી દીધો છે.સરકારી વિમા કંપનીને બદલે ખાનગી વિમા કંપનીઓને કામ આપી દેવાયુ છે જેથી ખાનગી વિમા કંપનીઓને લીલાલહેર છે.
આ પણ વાંચો: 'જીવલેણ' ખ્યાતિકાંડ: હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું ‘દર્દીઓના મોતના જવાબદાર ભગવાન’
ખ્યાતિ હોસ્પિટલ ઘટનાને લઇને વિપક્ષે ઉઠાવ્યા સવાલ
ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ વિપક્ષે સરકારને ઘેરી છે. વિધાનસભાના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે, અમરેલી, વિરમગામ અંધાપાકાંડના જવાબદારોને ઉની આંચ આવી શકી નથી. આ જોતાં ખ્યાતિ હોસ્પિટલ પ્રકરણમાં પણ દર્દીઓને ન્યાય મળશે કે પછી તપાસના નાટક થશે તે સવાલ ઉઠ્યો છે.
આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા-સાધનની ખરીદીમાં જ રસ
આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા-તબીબી સાધનની ખરીદીમાં જ રસ છે. આરોગ્ય વિભાગની આરોગ્યની સુવિધામાં સુધારો તાય તેમાં રસ જ રહ્યો નથી. એવો પણ આક્ષેપ કરાયો છે કે, ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના તાર છેક ગાંધીનગર સુધી જોડાયેલાં છે. વાસ્તવમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.






