મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માને સોંપાઈ, નીતિન પટેલ સહિત આ 39 સભ્યોનો રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની

ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માને સોંપાઈ, નીતિન પટેલ સહિત આ 39 સભ્યોનો રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે. શુક્રવારે કમલમમાં બપોરે વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા.શનિવારે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં જગદીશ પંચાલની ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે 39 સભ્ય પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં મંડળથી પ્રદેશની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યું છે, સંગઠનની સાત્વિકતા રહી છે અને ગુજરાત એક એવું ઉદાહરણ બન્યું છે જ્યાં સરકાર છેલ્લા ત્રણ દાયકાથી સંગઠન અને સરકારનું મોડલ તૈયાર કર્યુ છે. 

અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી, 
સીઆર પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
વજુભાઇ વાળા
રાજેન્દ્ર રાણા
પુરૂષોત્તમ રાણા
આરસી ફળદુ
જીતુ વાઘાણી
ભૂપેન્દ્ર ચુડાસમા
નીતિન પટેલ
મનસુખ માંડવિયા
નીમુબેન બાંભણીયા
વિનોદ ચાવડા
દિલીપ સાંઘાણી
રામસિંહ રાઠવા
જયસિંહ ચૌહાણ
જશવંત ભાભોર
રજની પટેલ
જગદીશ પટેલ
શંભુપ્રસાદ
કનુ દેસાઇ
ગણપત વસાવા
હસમુખ પટેલ
દિનેશ અનાવાડિયા
વાસણ આહિર
દિલીપ ઠાકોર
ડૉ. માયા કોડનાની
અમી પારીખ
રંજના બહેન ભટ્ટ
દર્શના જરદોષ
રતનસિંહ રાઠોડ
ગીતાબેન રાઠવા
કિરીટ સોલંકી
બાબુ બોખરિયા
વેલજીભાઇ વસાણી
પ્રકાશ સોની
ભરતસિંહ પરમાર
અંબાલાલ રોહિત
દિલીપ એમ. પટેલ.

મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને ના ગમ્યુ

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે, એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને ના ગમ્યુ, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળાઓએ અપપ્રચાર કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઇએ. ધારાસભ્યને શામાટે મેન્ડેટ આપવો જોઇએ, સાંસદને શા માટે મેન્ડેટ આપવો જોઇએ. જે જીતીને આવે તે આપણો. ભાજપ સંગઠન શિસ્ત સાથે બંધાયેલું છે. જ્યારે ચૂંટણી લડતો હોય સહકારી ક્ષેત્રનો હોય તે શિસ્તની દૃષ્ટીએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઇએ કે પાર્ટી ઇચ્છે તે જ લડે.

જગદીશ પંચાલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી રીતે આગળ વધશે- CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અત્યારે નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવું છું. નવનિયુક્ત અધ્યક્ષનો જોમ અને જુસ્સો આપણે જોયો છે. આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો સૌ કાર્યકર્તાના બળે સતત આવોને આવો રહે. વડાપ્રધાન હંમેશા ટેકનોલોજી ઉપર ખુબ ભાર મુક્યો છે અને ટેકનોલોજીના આધારે ખુબ સારી રીતે આગળ વધાય, દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આપણી પાર્ટી ભાજપ પર ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કર્યો. જગદીશભાઇ પણ ટેકનોસેવી છે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરી સારા મુકામ સુધી પહોંચી શકાય તેવો ઉપયોગ કરશે. 

આ સમાચાર શેર કરો