મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSRTC / ગુજરાત એસટીમાં 1658 જગ્યા પર હેલ્પરની સીધી ભરતી, જાણો તમામ માહિતી

GSRTC - ગુજરાત એસટી વિભાગમાં 1685 હેલ્પરની જગ્યા પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ નોકરીમા

GSRTC / ગુજરાત એસટીમાં 1658 જગ્યા પર હેલ્પરની સીધી ભરતી, જાણો તમામ માહિતી

GSRTC - ગુજરાત એસટી વિભાગમાં 1685  હેલ્પરની  જગ્યા પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ નોકરીમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર 21,100 મળશે. આ ભરતીમાં વય મર્યાદા 18થી 35 સુધીની રાખવામાં આવી છે. 

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો : 
તારીખ 06/12/2024 થી તારીખ 05/01/2025 (23:59 કલાક સુધી)

સંયુક્ત પરીક્ષા માટે ફી સ્વીકારવાનો સમયગાળો:
તારીખ 06/12/2024 થી તારીખ 07/01/2025 (23:59 કલાક સુધી)

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ. 

આ ભરતીમાં 100 ગુણની OMR પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થવા માટે 40 ગુણ લાવાવના રહેશે. 

આ ભરતીના તમામ નિયમો, અનામતનો લાભ,  વય મર્યાદામાં છૂટ અને પરીક્ષા સંબંધિત તમામ માહિતી આ PDFમાં આપવામાં આવી છે : 
https://www.gstv.in/backend/public/media/GSRTC20242547pdf_LUvAng8i1733492248.pdf

આ સમાચાર શેર કરો