મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દોઢ કરોડના ગોલ્ડ ડસ્ટની ચોરી કરનાર ટોળકી પકડાઈ, હાથફેરો કરી આરોપી નાસી ગયેલા દિલ્હી-UP

સુરતમાં થોડા દિવસો અગાઉ એક ટોળકીએ મળીને દાગીના બનાવનારને ત્યાં હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ

સુરતમાં દોઢ કરોડના ગોલ્ડ ડસ્ટની ચોરી કરનાર ટોળકી પકડાઈ, હાથફેરો કરી આરોપી નાસી ગયેલા દિલ્હી-UP

સુરતમાં થોડા દિવસો અગાઉ એક ટોળકીએ મળીને દાગીના બનાવનારને ત્યાં હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ જાણે દિવાળી ઉજવી હોય તે રીતે એક સામનો મોટો હાથ માર્યો હતો. જેમાં જ્વેલર્સની પેઢીમાંથી અંદાજે દોઢ કરોડની કિંમતના ગોલ્ડ ડસ્ટર પાવડરની ચોરી કરી હતી. તસ્કરોએ 1 કિલો 822 ગ્રામ જેટલો જથ્થો ચોરી કરી લીધો હતો. જેથી આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.

આ પણ વાંચો: સુરતમાં આજથી ટેક્સટાઈલ માર્કેટ શરૂ, વેપારીઓએ પૂજા અર્ચના કરી વેપારની કરી શરૂઆત

એક્ઝોસ્ટ ફેન કાઢીને અંદર પ્રવેશ્યા

મહીધરપુરા વિસ્તારમાં આવેલી મેજારીયા જ્વેલર્સમાં ચોરી કરી હતી. આરોપીઓ જુદી જુદી જ્વેલર્સમાં કામ કરતાં હતાં. તમામે એક સાથે મળીને મોટો હાથ મારવાનું નક્કી કર્યું હતું. તમામ સોનાનો મોટો જથ્થો આવે તેની રાહમાં હતાં. એ દરમિયાન મેજારીયા જ્વેલર્સમાં જથ્થઓ આવ્યો હતો. જેથી કંપનીના પાછળના ભાગે આવેલા ઝાડ પરથી બિલ્ડીંગની છત પર જઈ એક્ઝોસ્ટ ફેન કાઢીને અંદર પ્રવેશ્યા હતાં.વેન્ટિલેશન માટે રાખવામાં આવેલ એક્ઝોસ્ટ ફેન ની જગ્યા તોડી ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશી ચોરી કરી હતી. અંદાજે 1 કરોડ 45 લાખ 76 હજારની ચોરી કરી હતી.

મુદ્દામાલ કબ્જે કર્યો

આરોપીઓ મુંબઈ અને સુરતમાં જુદી જુદી જ્વેલર્સ કંપનીઓમાં કામ કરતા હતા. 1 કિલો 822 ગ્રામ ગોલ્ડ ડસ્ટ પાવડરની ચોરી કરનાર ટોળકીને ઝડપવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઉત્તરપ્રદેશ અને દિલ્હી રવાના કરી હતી. ત્યાંથી છ આરોપીઓ ઝડપાયા હતાં. જેમાં આરોપી અનુકુમાર માતાપ્રસાદ નિશાદ, સોનું રામફળ બિંદુ, સંદિપ રાજુભાઈ બિંદ, ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા, રાહુલ આત્મારામ બિંદ, રોશન લાલ બહાદુર નિશાદ નામના છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા પાસેથી તેમજ સંદીપ રાજુભાઈ બિંદ પાસેથી 403.59 ગ્રામ સોનુ કબ્જે કર્યું હતું. જ્યારે આરોપી રોશન તથા રાહુલ પાસેથી 695 ગ્રામ મળી કુલ 1 kg 98 ગ્રામ સોનુ રિકવર કર્યું હતું.

આ સમાચાર શેર કરો