Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Important announcements for education for the youth in Gujarat's budget

ગુજરાતના બજેટમાં યુવા વર્ગને અનુલક્ષી શિક્ષણ માટે મહત્ત્વની જાહેરાતો, જાણો ક્યાં થશે ખર્ચ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના બજેટમાં યુવા વર્ગને અનુલક્ષી શિક્ષણ માટે મહત્ત્વની જાહેરાતો, જાણો ક્યાં થશે ખર્ચ

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થઈ ચૂક્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. એવામાં ગુજરાતના બજેટમાં શિક્ષણ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ ₹ 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

App Store

ગુજરાતના બજેટમાં શિક્ષણ માટે આ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે

- ગુજરાતની આશરે 36% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા તેમજ સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જેના માટે રૂ. 24,827 કરોડ ફાળવવામાં આવ્યા છે.

- યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે.

- 'ખેલે તે ખીલે'ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે.

- યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે.

- અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- IITના તાલીમાર્થીઓને ઉધોગોની માંગ અનુરૂપ ટેક્નોલૉજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે માટે IITને અપગ્રેડ કરવા ₹450 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી આવનાર પાંચ વર્ષમાં પાંચ લાખ તાલીમાર્થીઓને લાભ મળશે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લઈને જાહેરાત

- 'મિશન સ્કૂલ્સ ઑફ એકસેલન્સ' અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 50,00થી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹2914 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- 'નમો લક્ષ્મી યોજના' માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- 'રાઇટ ટુ એજયુકેશન ઍક્ટ' અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

- 'મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ' હેઠળ અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹ 100 કરોડની જોગવાઈ.

- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹ 70 કરોડની જોગવાઈ.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે જાહેરાતો

- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹410 કરોડની જોગવાઈ.

- એલ.ડી.ઈજનેરી કૉલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹175 કરોડની જોગવાઈ.

- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹32 કરોડની જોગવાઈ.

- વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં 04 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે. 1-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹225 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- શોધ યોજના (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-NAAC અને NIRF રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કૉલેજોના ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસરૂમ બનવવા માટે ₹8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.